ભારત વિકાસ પરિષદ હળવદ શાખા દ્વારા તક્ષશિલા વિદ્યાલય ખાતે શિબિર યોજવામાં આવી હતી. બાળકોમા સેવા, સંસ્કાર, સમર્પણ ભાવ સાથે રાષ્ટ્ર નિર્માણમા વિદ્યાર્થીની સહયોગીતા તેમજ ભારત વિકાસ પરિષદના કાર્યો અને ઉદેશો વિશે ભારત વિકાસ પરિષદ હળવદ શાખાના અધ્યક્ષ ઘનશ્યામ ભાઈ દેથરિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભારત વિકાસ પરિષદ હળવદ શાખા દ્વારા તક્ષશિલા વિદ્યાલય ખાતે શિબિર યોજવામાં આવી હતી. બાળકોમા સેવા, સંસ્કાર, સમર્પણ ભાવ સાથે રાષ્ટ્ર નિર્માણમા વિદ્યાર્થીની સહયોગીતા તેમજ ભારત વિકાસ પરિષદના કાર્યો, ઉદેશો તેમજ પ્રકલ્પો વિશે ભારત વિકાસ પરિષદ હળવદ શાખાના અધ્યક્ષ ઘનશ્યામ ભાઈ દેથરિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ બાળકોના સર્વાંગી વિકાસમાં શરીર, ખોરાક, મન, ચીત, બળ અને બુદ્ધિના સદ ઉપયોગ માટે લેવાની કાળજી અંગે માર્ગદર્શન ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ અને કલરવ હોસ્પિટલના ડોક્ટર પનારા સાહેબ દ્વારા વિસ્તૃત જાણકારી આપવામા આવી હતી. આ શિબીરમા ભારત વિકાસ પરિષદ હળવદ શાખાના મંત્રી પરેશભાઈ અનડકટ, તક્ષશિલા વિદ્યાલયનાં મહેશભાઈ પટેલ, જયદીપભાઈ, રમેશભાઈ તેમજ વિદ્યાલયના શિક્ષકોએ હાજરી આપી. આ કાર્યક્રમના અંતે જન ગણ મન અને વંદે માતરમ્ના સમુહ ગાન કરવામાં આવ્યા હતા.