Thursday, January 23, 2025
HomeGujaratહળવદ તાલુકાનાં ભલગામડા ગામ નજીક કારચાલકે બાઇક સવાર દંપતીને હડફેટે લેતા પતિનું...

હળવદ તાલુકાનાં ભલગામડા ગામ નજીક કારચાલકે બાઇક સવાર દંપતીને હડફેટે લેતા પતિનું મોત, પત્ની ઈજાગ્રસ્ત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૨૮ ના રોજ રાતના ૯ વાગ્યા આસપાસ ઘનશ્યામપુર ભલગામડા રોડ ઘનશ્યામપુરથી આશરે બે કિલોમીટર દુર ભલગામડા તરફ આરોપી વાહન સ્વીફટ ગાડી નંબર જીજે-૦૧-એચએલ-૮૦૧૩ ના ચાલકે કારને બેદરકારીપૂર્વક ચલાવી રોંગ સાઇડમા આવી મોટરસાયકલ નં. જીજે-૧૩-એન-૭૬૧૩ ને હડફેટે લીધું હતું.બાઈક સવાર ગણપતભાઇ છનાભાઇ રાઠોડ (ઉ.વ.30) ને માથામા તથા પગમા ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું તથા તેમના પત્ની મનીષાબેન (ઉ.વ.26)ને ફેકચર તથા ડાબા પગે હાથે મુઢ ઇજા પહોંચી હતી. મનિષાબેને હળવદ પોલીસમાં કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે ફરિયાદ નોંધી કારચાલકને પકડવા શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!