મોરબીમાં હાઇવે પર અકસ્માતો ના બનાવો બનવા સામાન્ય વાત છે પરંતુ શહેરી વિસ્તારોમાં બનતા અકસ્માતો મોટે ભાગે નિયમો નો ભંગ કરવાનું પરિણામ હોય છે.
જેમાં આજે દિવાળી ના દિવસે રાત્રી ના સમયે મોરબીના શનાળા રોડ સહિતના વિસ્તારોમાં લોકોની ભારે અવર જવર જોવા મળી હતી તેવામાં શનાળા રોડ પર આવેલ માર્કેટીંગ યાર્ડ નજીક એક સેન્ટ્રો કાર નં. Gj 03 ab 7378 ના ચાલકે અચાનક કોઈ કારણોસર કાર પર નો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઇ હતી જોકે સદનસીબે કાર ડિવાઈડર પર ચડી જતા અટકી હતી અને મોટી જાન હની અટકી હતી પરન્તુ આજે પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરતા લોકોને ગુલાબ આપીને સમજાવવામાં આવી રહ્યા હતા ત્યારે બીજી બાજુ આવા અકસ્માતો ટાળવા આડેધડ વાહન ચલાવતા ચાલકોએ પણ જાગૃત થઈને ટ્રાફિક ના નિયમો નું પાલન કરવુ જરૂરી બન્યું છે.