Monday, November 25, 2024
HomeGujaratમોરબીના લાયન્સનગર ખાતે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ૨ આરોપીઓને ઝડપી લેવાયા

મોરબીના લાયન્સનગર ખાતે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ૨ આરોપીઓને ઝડપી લેવાયા

મોરબી બી ડિવિઝન તથા એલસીબી પોલીસ ટીમે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કર્યો

- Advertisement -
- Advertisement -

મોરબી નવલખી રોડ, લાયન્સનગર ખાતે રહેણાંક મકાનમાં પરિવાર ઉપરના માળે સુવા ચાલ્યો ગયો અને પાછળથી અમુક ચોર ઈસમો દ્વારા નીચેના માળે દરવાજાના લોક તોડી સોના ચાંદીના દાગીનાની અને રોકડ મળી રૂ.૧.૬૭ લાખની ઘરફોડ ચોરીને અંજામ આપનાર બે રીઢા તસ્કરોને ગણતરીના સમયમાં મોરબી એલસીબી તથા બી ડિવિઝન પોલીસના સંયુક્ત ઉપક્રમે ઝડપી લેવાયા હતા. બંને તસ્કર બેલડી પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ તથા ચોરીના કામે ઉપયોગમાં લેવાયેલ બાઈક મળી કુલ કિ.રૂ.૧,૯૬,૫૦૦/- ના મુદામાલ રિકવર કરી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉપરોક્ત કેસની પ્રાપ્ત વિગત મુજબ ગત તા.૨૧ જુન ૨૦૨૪ ના રોજ મોરબીના વીસીપરામાં લાયન્સનગરમાં રહેતા જયેશભાઇ દલપતભાઇ પરમારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ જાહેર કરેલ કે, ગઇ તા.૨૦ જૂન ૨૦૨૪ ના રાત્રીના ૨ વાગ્યાથી સવારના આશરે ૪ વાગ્યા દરમિયાન પોતાના રહેણાંક મકાને પરિવાર સાથે નીચેના રૂમને તાળુ મારી ઉપરના માળે સુતા હતા. તે દરમિયાન નીચેના માળે મકાનના દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશી રૂમમાં રાખેલ લોખંડની તીજોરીનો લોકતોડી તીજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના તથા પાકીટ તેમજ રોકડા રૂ.૮૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૬૭,૩૦૦/- ના મતાની ચોરી થયાની ફરીયાદ જાહેર કરતા મોરબી સીટી બી ડિવિઝન તથા મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા કાર્યરત હતા જેમાં હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ માધ્યમ આધારે આ પ્રકારના ગુના આચરનાર આરોપીના ગુનાહિત ઇતિહાસની માહીતી એકત્રીત કરી તે અંગે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ હતી.

ત્યારે મોરબી શહેરમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાડવામાં આવેલ સી.સી.ટી.વી.ફુટેજ તપાસી નંબર વગરના મોટર સાયકલ અંગેની માહીતી મેળવી એલ.સી.બી. તથા મોરબી સીટી બી ડીવી પોલીસના સર્વેલન્સ સ્ટાફને ખાનગીરાહે હકિકત મળેલ કે આ ગુનો આચરનાર આરોપી અલ્યાસ ઉર્ફે ભીમો હુસેનભાઇ સુમરા રહે.મોરબી વીશીપરાવાળો તથા આરોપી હૈદર કરીમભાઈ ભટ્ટી રહે. મોરબી રણછોડનગર વાળા હાલે મોરબી વીશીફાટક પાસે મોટર સાયકલ સાથે ઉભેલ હોય જે બંને આરોપીને મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી સઘન પુછપરછ કરતા ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત આપી ગુનામાં વપરાયેલ મોટર સાયકલ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂ. ૧,૯૬,૫૦૦/- નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!