મોરબીના માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા પરણિતાને પતિ અને સાસુ અવાર-નવાર નાની નાની વાતમા ઝઘડા કરી મેણા ટોણા બોલી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા અંતે કંટાળી પરણિતાએ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા અને હાલ રોટરીનગર લક્ષ્મીનગરની બાજુમા રહેતા ચંપાબેન ઇશ્વરભાઇ અંબાલીયાને પતિ ઇશ્વરભાઇ કેશુભાઇ અંબાલીયા અને સાસુ વનીતાબેન કેશુભાઇ અંબાલીયા અવાર નવાર નાની નાની વાતમા ઝઘડા કરી મેણા ટોણા બોલી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા ગુન્હામા એકબીજાને મદદગારી કરતા મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો છે.