Friday, January 10, 2025
HomeGujaratમોરબીની પરિણીતાને સંતાન ન હોવા બાબતે સાસરિયાઓએ ત્રાસ આપતા મામલો પોલીસ મથકે...

મોરબીની પરિણીતાને સંતાન ન હોવા બાબતે સાસરિયાઓએ ત્રાસ આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

મોરબીમાં વધુ એક પરણિતા પર દમન ગુજારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પરણિતાને ઘરકામ બાબતે તથા સંતાન ન હોય એ બાબતે મેણાટોણા મારી ગાળો આપી મારકુટ કરતા સાસરિયાઓ વિરુદ્ધ પરણિતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના વાલ્મીકી વાસ મેઈન રોડ સબ જેલ સામે રહેતા યશોમતીબેન નિલેશભાઇ સોલંકીને પતિ – નિલેશભાઇ ધનશ્યામભાઇ સોલંકી, સસરા – ધનશ્યામભાઇ નરસીભાઇ સોલંકી તથા સાસુ – ભારતીબેન ધનશ્યામભાઇ સોલંકી (રહે- રેલનગર શેરી ન.૬ ફાયર બીગ્રેડ ની આગળ અવધ પાર્ક સોસાયટી રાજકોટ) ઘરકામ બાબતે તથા સંતાન ન હોય એ બાબતે મેણાટોણા મારી ગાળો આપી મારકુટ કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોય જેથી પરણિતાએ કંટાળી આખરે મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!