Monday, November 18, 2024
HomeGujaratમોરબીના લાલપર પાવર હાઉસ પાછળ થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો

મોરબીના લાલપર પાવર હાઉસ પાછળ થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો

ગત તા.૧૧/૦૭/૨૦૨૩ ના લાલપર પાવર હાઉસ પાછળ ઇપીસ સીરામીક ફેકટરી નજીક પત્થરની ખાણો પાસે એક યુવકની હત્યા થયેલ હોય જે હત્યાના બનાવનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાંચની ટીમે એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૧૧/૦૭/૨૦૨૩ ના રાત્રીના સમયે લાલપર પાવર હાઉસ પાછળ ઇપીસ સીરામીક ફેકટરી નજીક પત્થરની ખાણો પાસેથી માનવ મૃતદેહ મળી આવેલ જે મૃતદેહ સોનાતભાઇ જપનભાઇ કઇકા (રહે. હાલ લાલપર પાવર હાઉસ પાછળ ઇપીસ સીરામીક ફેકટરીની મજુરીની ઓરડીમાં તા.જી. મોરબી)નો હોય જોતા તેના ઉપર કોઇ અજાણ્યા માણસે કોઇ અગમ્ય કારણસર તિક્ષ્ણ હથિયારના ઘા મોઢાના ભાગે મારી તેને મારી નાખેલ હોવાનું જણાતા આગળની ઘટીત કાર્યવાહી કરી મૃતદેહનું પી.એમ. કરાવેલ અને બનાવ બાબતે આ કામે મરણ જનારના પરીચિત ફરીયાદી લખનભાઇ માગેયાભાઇ બારીએ ઉપરોકત બનાવ બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરીયાદ જાહેર કરતા જે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ રજીસ્ટર કરાવતા મોરબી તાલુકા પોલીસે અજાણ્યા આરોપી વિરૂધ્ધ ગુનોનોંધ્યો હતો. જે ગુનાની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ.વાળા ચલાવે છે. ત્યારે બનાવને પગલે એલ.સી.બી. અને મોરબી તાલુકા સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીને તાત્કાલિક શોધી કાઢવા સારૂ પ્રયત્નો હાથ ધરેલ દરમ્યાન મરણ જનાર ઇપોસ ફેકટરીમાં મજુરી કામ કરતો હોય જે બનાવ સ્થળ ફેકટરીની નજીકમાં હોય જેથી ઇપોસ ફેકટરી તથા આજુબાજુની ફેકટરીમાં કામ કરતા મજુરો, બનાવ વાળી જગ્યાની આજુબાજુમાં આવેલ ફેકટરીમાં કામ કરતા વર્કરો તથા જરૂરી ટેકનીક માધ્યમ તથા હ્યુમન સોર્સીસ મારફતે મરણજનારના ભૂતકાળ બાતે જેમાં સ્ત્રીપાત્ર, પૈસા કે અગાઉની કોઇ જુની અદાવત વિગેરે તમામ પાસાની જીણવટ ભરી રીતે તપાસ કરી પુછપરછ કરવામાં આવેલ સદરહુ તપાસ દરમ્યાન ઇપીસ સીરામીકમાં કામ કરતા મજુર ઉપર વધુ શંકા હોય જેથી બનાવ અંગે ઇપોસ સીરામીકમાં કામ કરતા મજુરોની જીણવટ ભરી રીતે તપાસ કરતા બનાવને અંજામ આપનાર ગુલશન ભૈયાલાલ કોલ (રહે. હાલ ઇપોસ સિરામીક ફેકટરીની મજુરીની ઓરડીમાં, લાલપર પાવર હાઉસ પાછળ, તા.જી. મોરબી મુળ રહે. અહી ગામ, શંકરગઢ, પોસ્ટ બિહરીયા, થાણુ શંકરગઢ જિ. પ્રયાગરાજ (અલ્હાબાદ) ઉત્તરપ્રદેશ) હોય જેની યુકિતપ્રયુકિતથી ખુબજ જીણવટ ભરી રીતે પુછપરછ કરતા પોતે ગુનાને અંજામ આપેલ છે અને બનાવનું કારણ પોતે કુદરતી હાજતે જતા મરણજનાર કોઇ પણ કારણ વગર પોતાની સાથે ગાળાગાળી કરી માથાકૂટ કરતો હોય જેથી પોતે મરણજનારને ગાળો ન દેવા અને માથાકૂટ ન કરવા સમજાવતા મરણજનાર વધુ નજીક આવતા પોતે પ્રથમ ઘા મારેલ અને ત્યાર પછી મરણજનાર ફરીથી પાછો આવી ગુલશનના બરડામાં ઢીકો મારતા પોતાને એકદમ ગુસ્સો આવતા પોતે આ મરણજનારને ઉંચકી પાઇપ તથા પત્થર પડેલ જગ્યાએ પશ્કેલ અને ત્યારપછી આ અજાણ્યો માણસ બૅભાન થઇ ત્યા પડી રહેલ હોય જેથી પોતે પોતાના ફેકટરીએ જઇ મુકદમને ફકત કોઇ અજણ્યો માણસ ખાણ પાસે પડેલ છે. તેવી વાત કરેલ અને પોતે જો કામ છોડી વતન કે અન્ય જગ્યાએ જતો રહે તો પોલીસને વધુ શંકા જાય તેમ હોય જેથી પોતે આ જ ફેકટરીમાં કામ કરતો હોવાનું જણાવેલ આમ, મજકૂર ગુલશન ભૈયાલાલ કોલ ને એલ.સી.બી. કચેરી ખાતે યુકિતપ્રયુકિતથી જરૂરી પુછપરછ કરતા પોતે ઉપરોકત ગુનો કરેલાની કબુલાત આપતા મજકુરને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!