Tuesday, February 4, 2025
HomeGujaratમાળીયા(મી)ના વવાણીયા ગામે શિકાર કરવા ગયેલ યુવકના મોતનો મામલો:બે મિત્રોએ મળી ત્રીજા...

માળીયા(મી)ના વવાણીયા ગામે શિકાર કરવા ગયેલ યુવકના મોતનો મામલો:બે મિત્રોએ મળી ત્રીજા મિત્રની હત્યા કરી હોવાની ઘટસ્ફોટ

બાઇક સ્લીપ થતા બંદૂકમાંથી ફાયરિંગ થયાનું જણાવી મામલો દબાવવાનો પ્રયાસ નિષ્ફળ,બે શખ્સો પર હત્યાનો ગુનો નોંધાયો

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) તાલુકાના વવાણીયા ગામે ગત ૦૨/૦૨ના સાંજે યુવકને શરીરે બંદૂકની ગોળી લાગતા ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યા અંગેના બનાવ બાબતે શિકાર કરવા સાથે રહેલાઓએ પોલીસને ગુમરાહ કરવા નિવેદન આપ્યું કે મૃતક યુવકનું બાઇક સ્લીપ થઈ જતા બંદૂકમાંથી ફાયરિંગ થયું જે કારણે મોત થયું હતું. ત્યારે પોલીસ તપાસમાં ગેરકાયદેસર રીતે શિકાર કરવા ગયેલ ત્રણ શખ્સો પૈકી બે વચ્ચે શિકાર બાબતે બબાલ થતા દેશી હાથ બનાવટની બંદૂકમાંથી ફાયરિંગ કરીને યુવકની કરપીણ હત્યા નિપજાવ્યાનુ સામે આવ્યું હતું. હાલ મૃતક યુવકના પિતાની ફરિયાદને આધારે શિકાર કરવા સાથે ગયેલ હત્યારા બંને આરોપીઓ સામે ગુનો નોંધી માળીયા(મી) પોલીસે બંને આરોપીઓની અટકાયત કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મોરબીના મહેન્દ્રપરા શેરી નં.૧૦ માં રહેતા ગુલામહુશેન અબ્દુલભાઇ પીલુડીયા ઉવ.૬૨ એ પુત્રના દીકરાના હત્યારા આરોપીઓ વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અસલમભાઇ ગફુરભાઇ મોવર રહે.વાવડી રોડ મોરબી તથા જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઇ જેડા રહે.માળીયા(મી) વિરુદ્ધ બીએનએસની કલમ ૧૦૩ હેઠળ હત્યાનો ગુનો નોંધી આરોપીઓની અટક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

ઉપરોક્ત હત્યાના બનાવ અંગે મૃતક વસીમભાઈ ગુલામહુશેન પીલુડીયાની હત્યા અંગે તેમના પિતા દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જાહેર કર્યું કે ગત તા.૦૨ ફેબ્રુઆરીના રોજ ફરીયાદીના દિકરા વસીમભાઇ તથા આરોપીઓ અસલમભાઇ ગફુરભાઇ મોવર તથા જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઇ જેડા એમ ત્રણેય વવાણીયા ગામની સીમમા શીકાર કરવા ગયેલ હોય ત્યારે આરોપી અસલમે ઝાડીમાં છુપાવેલ દેશી બનાવટની બંધુક કાઢી લોડ કરેલ અને તેઓ શીકારની રાહમાં હતા તે વખતે શીકાર આવી જતા તેનો શીકાર કરવા બાબતે ફરીયાદીના દિકરા વસીમ અને આરોપી અસલમભાઇ ગફુરભાઇ મોવર તથા જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઇ જેડા સાથે બોલાચાલી ઝઘડો થયેલ હોય જેનુ મનદુખ રાખી આરોપી જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઇ જેડાએ દેશી બંધુકમાંથી ફાયરિંગ કરી ફરીયાદીના દિકરાને શરીરે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી બન્ને આરોપીઓએ ગુનામાં એકબીજાની મદદગારી કરી હતી. હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!