વાંકાનેરના યુવકનો ગત તા.૧૫/૦૯/૨૦૨૧ નાં રોજ અકસ્માત થયો હતો. જેનો વીમો ક્લેમ કરવા જતા યુવકને વીમા કંપનીએ વીમો આપવા ઇન્કાર કરતા ગ્રાહક મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ મારફત કોર્ટ પહોંચ્યો હતો અને કોર્ટે વીમા કંપનીને વ્યાજ અને ખર્ચ સહીત રકમ પરત કરવા હુકમ કર્યો હતો.
મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના જણાવ્યા અનુસાર, વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામના વતની વિજયકુમાર અશોકભાઇ સારલાનુ વાહન જાબુંડીયાથી બંધુ નગર જતા રસ્તામાં અકસ્માત થતાં વાહનને નુકશાન થયેલ તેમનો વીમો રીલાયન્સ જનરલ ઇન્સ્યુનો હતો. વીમા કંપની એમ કહેલ કે ડ્રાઇવરને લાગેલ નથી અને જે બીલો રજુ કર્યા છે તે સાદા કાગળમાં છે. માટે વીમો મળે નહી. જેથી વિજયભાઇ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરેલ હતી. જેને લઇ ગ્રાહક અદાલતે જણાવેલ કે, ડ્રાઇવરને લાગવુ જરૂરી નથી મને ગ્રાહકે જે બીલો રજુ કરેલ તે માન્ય રાખેલ ગ્રાહકે વીમો ભરેલ છે માટે વીમા કંપનીએ વીમો આપવો જોઇ અદાલતે ગ્રાહકને રૂ. ૫૪,૮૨૦/- અને ૫૦૦૦ ખર્ચના ૬ ટકા વ્યાજ લેખે તા.૧૫/૯/૨૦૨૧ થી ચુકવવાનો આદેશ કરેલ છે. વીમા કંપની વીમા માટે ગ્રાહકની પાછળ-પાછળ ફરે છે. પરંતુ જયારે ચુકવવાનો સમય આવે ત્યારે હાથ ઉંચા કરી આપે છે. ગ્રાહકે પોતાના હક માટે લડવુ જોઇએ કોઇ પણ ગ્રાહકને અન્યાય થાય તો પ્રમુખ લાલજીભાઇ મહેતા મો.૯૮૨૫૭ ૯૦૪૧૨, ઉપ પ્રમુખ બળવંતભાઈ ભટ્ટ મો.૯૩૨૭૪ ૯૯૧૮૫ અને મંત્રી રામભાઇ મહેતા મો.૯૯૦૪૦ ૯૮૦૪૮ નો સંપર્ક કરવા મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે,