મોરબીમાં પરિણીતા પર સાસરિયા પક્ષ દ્વારા ત્રાસ ગુજારતા હોવાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં સાસરિયા પક્ષના લોકો મહિલાનાં ચારિત્ર્ય અંગે શંકા કરી શારીરીક અને માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ કોઠારીયા મેઇન રોડ જુના ગણેશનગર શેરી નં-૬ ન્યુ સનાતન પાર્કમાં રહેતી જલ્પાબેન અશોકભાઇ સોલંકી નામની પરિણીત યુવતી પર તેના પતી – રામભાઇ બાબુભાઇ ભટ્ટી, સસરા – બાબુભાઇ ભગવાનજીભાઇ ભટ્ટી, જેઠ – અતુલભાઇ બાબુભાઇ ભટ્ટી અને જેઠાણી વષાબેન અતુલભાઇ ભટ્ટી દ્વારા ઘરકામ બાબતે તેમજ રસોઇ બનાવવા બાબતે માનશીક ત્રાસ આપી તેમજ અવાર નવાર નાની-નાની બાબતે મેણા ટોણા મારી ગાળો આપી ઢીકા પાટુનો મુંઢમાર મારી તેમજ ચારિત્ર્ય અંગે શંકા કરી શારીરીક અને માનસિક દુખ ત્રાસ ગુજારતા સમગ્ર મામલે મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.