મોરબી જીલ્લાના માળિયા (મી.) તાલુકામાં સુવિધાના નામે સાવ મીંડું હોઈ તેમ ગામમાં રોડ, ભૂગર્ભ ગટર અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાના પણ ઠેકાણા ના હોય અને તંત્ર પણ આ તાલુકા પ્રતે ઓરમાયું વર્તન કરતું હોવાની રાવ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરાઈ છે.
વિકાસ… વિકાસ…ની મોટી મોટી વાતો વચ્ચે માળીયા મિયાણામાં આજ સુધી બસસ્ટેન્ડની સુવિધા નથી એટલું જ નહીં તાલુકા પંચાયત કચેરીની હાલત પણ ખખડધજ છે. આ ઉપરાંત હોસ્પિટલમાં પુરતી સુવિધા, ડોક્ટર અને દવાઓનો અભાવ છે વધુમાં માળિયા જે નેશનલ હાઇવે ૮-અ થી જે રસ્તા થી જોડાયેલ છે. તે રસ્તો ખુબજ બિસ્માર હાલત માં છે. વારંવાર રજુઆતો કરવા છતાં આ બાબતે કઈ ધ્યાન આપતું નથી. જેથી આ રોડ નું રીપેરીંગ તાત્કાલિક કરવામાં આવે તે માટે યોગ્ય કરવા માંગ કરાઈ છે. આ સહિતની દિશામાં કાર્યવાહી કરવામાં નહી આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રજુઆતના અંતમાં જણાવ્યું છે.