મોરબી જિલ્લા કલેકટર દ્વારા મોરબી સિંચાઇ (સ્ટેટ) કાર્યપાલક ઇજનેર ને પત્ર લખી મચ્છુ નદી પટમાં થઈ રહેલા બાંધકામ બાબતે સ્થળ તપાસ કરી બાંધકામ નોટીફાઇડ એરિયામાં થાય છે કે કેમ ? બાંધકામના કારણે નદીના કુદરતી પ્રવાહને તથા પૂરના સમયે બાંધકામ ને કારણે કોઈ દુર્ઘટના સર્જવાની શકયતા રહે છે કે કેમ ? તે બાબતે પાંચ દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મચ્છુ નદી પટમાં ઝૂલતા પુલ દુર્ઘટના સર્જાઈ હતી. જે જગ્યાએ હાલ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું છે. તે બાબતે અરજીથી રજૂઆત કરવામાં આવી છે કે આ જગ્યા વાળુ બાંધકામ મચ્છુ નદીની પહોળાઈ ઘટાડીને થઈ રહ્યુ છે. જે બાબતે સ્થળ તપાસ કરી થઈ રહેલું બાંધકામ નદીના નોટીફાઈ એરિયામાં થાય છે કે કેમ ? તથા બાંધકામના કારણે નદીના કુદરતી પ્રવાહને કે પૂર્ણ સમયે બાંધકામના કારણે કોઈ દુર્ઘટના સર્જવાની શક્યતા છે કે કેમ ? તેમજ ભૂતકાળમાં નદીમાં છોડવામાં આવેલ પાણીનું પ્રવાહનું લેવલ વગેરે બાબતો ધ્યાનમાં રાખી ચોક્કસ હકીકત અમારો અહેવાલ પાંચ દિવસમાં મોકલી આપવા માટે જિલ્લા કલેકટરે સિંચાઈ (સ્ટેટ) કાર્યપાલક ઈજનેરને જણાવ્યું છે. તેમજ થોડા સમયમાં ચોમાસાની શરૂઆત થતી હોય સમય મર્યાદામાં જવાબ નહી આપવામાં આવે તો ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો આપની અંગત જવાબદારી રહેશે તેમ પણ જિલ્લા કલેકટરે સ્પષ્ટ જણાવી દીધું છે.