મોરબી મહાનગર પાલિકાના કમિશ્નર તરીકે સ્વપ્નિલ ખરેએ ચાર્જ સંભાળતા મોરબીનાં નગરજનોના પ્રશ્નો માટે કમિશ્નર દર સોમવારે અને ગુરુવારે બપોરે ૦૩:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી મળી શકશે તેમ મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા એ જણાવ્યું છે.
મોરબી મહાનગરપાલિકા ના નવા કમિશ્નર તરીકે સ્વપ્નીલ ખરેની નિમણુક કરવામાં આવી છે. ત્યારે મહાનગર પાલિકાને લગતી ફરિયાદો અને પ્રશ્નો સંભાળવા માટે જાહેર સુખાકારી ના હેતુથી અને પ્રશ્નોના નિકાલ માટે મહાનગર પાલિકાની કચેરી ખાતે કમીશ્નર દર સોમવારે ગુરુવારે ૦૩:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી લોકોના પ્રશ્નો સાંભળશે તેવું મહાનગરપાલિકાના યાદીમાં મોરબી નગર પાલિકા ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા દ્વારા જણાવવામાં આવ્યું છે.