મોરબીનાં કબીર ટેકરી શેરી નં.૦૧ માથી એક અજાણ્યો બેભાન હાલતમાં મળી આવતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 ને ફોન કરી આધેડને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે આધેડને તપાસી મૃત જાહેર કર્યો હતો અને સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરી હતી. તેમજ મોરબી સીટી એ ડિવીઝન પોલીસે સ્થળ પર પહોંચી આધેડની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.