Saturday, January 11, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં ગઈકાલે એક જ દિવસમાં ચાર લોકોનાં અકાળે મોત નિપજતા ખળભળાટ

મોરબી જિલ્લામાં ગઈકાલે એક જ દિવસમાં ચાર લોકોનાં અકાળે મોત નિપજતા ખળભળાટ

મોરબીમાં આપઘાત અને અકસ્માતનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં ચાર લોકોનાં અકાળે મોત નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબીનાં નીચીમાંડલ ગામની સીમમાં આવેલ નોકેન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ રાજસ્થાનનાં રાજેશભાઇ રામકૃષ્ણભાઇ ગુર્જર ગઈકાલે નોકેન સીરામીક કારખાનાની સામે આવેલ વાડીના કુવામાં કોઈપણ કારણોસર અકસ્માતે પડી જતા કૂવાના પાણીમાં ડુબી જતા તેમનું મોત નીપજ્યું હતું. જેથી સ્થાનિકોએ તેઓનાં મૃતદેહને બહાર કાઢી મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરી છે.

જયારે બીજા બનાવમાં, મોરબીનાં ઓરસન અજંતા એપાર્ટમેન્ટ એ.વીંગ ૧૦૧ ખાતે રહેતા મૂળ વેસ્ટ બંગાળનાં સુમીબેન ઉર્ફે નજમાબીબી બાબોરઅલી શેખને માથામા નસ દબાવાથી ઘણા સમયથી દવા ચાલુ હોય જે ગત તા-૨૭/૧૦/૨૦૨૩ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામા તબીયત બગડતા સારવારમા લઇ જતા પ્રથમ સારવાર આયુષ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જતા ધ્રાગંધ્રા ખાતેથી રસ્તામા તેઓનું મોત નીપજ્યું હતું. જેને લઈ તેઓને પરત મોરબી સરકારી હોસ્પિટલે લાવતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકલેર મોતની નોંધ કરાવી છે.

ત્રીજા બનાવમાં, મોરબીનાં બંધુનગર ગામ, સોનમ સેનેટરીવેર કારખાનાની મજુર ઓરડીમાં રહેતી કાશીફાબેન રફીકભાઇ પઠાણ નામની યુવતીને ભુખ લાગેલ હોય જેથી પોતાના રૂમે ગેસના ચુલા ઉપર દાળ ભાત બનાવવા મુકેલ અને તે વખતે પોતા કરવા ફીનાઇલ ન હોય જેથી પોતા કરવા પાણીમાં કેરોશીન નાખવા કેરોસીનની બોટલ લઇ ગેસના ચુલા પાસે ખોલતા હતા ત્યારે બોટલના ઢાંકણાનુ અંદરનુ બુચ ખુલેલ નહી જેથી યુવતીએ બોટલ જોરથી પકડી ખોલતા બોટલ ખુલી ગયેલ અને જોરથી પકડવાના પ્રેસરના કારણે કેરોસીન યુવતીના શરીર તથા ચુંદડી ઉપર ઉડેલ અને ચુંદડીનો છેડો પવનના લીધે ગેસ તરફ ગયેલ અને અકસ્માતે ગેસના ચુલામાં ચુંદળી સળગતા આગ લાગતા આખા શરીરે ગંભીર રીતે દાઝી જતા પ્રથમ સારવાર મોરબી સમર્પણ હોસ્પીટલ ખાતે લઇ બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે યુવતીને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી છે.

જયારે ચોથા બનાવમાં, હળવદનાં મયુરનગર ખાતે રહેતા મૂળ પંચમહાલનાં ભીખાભાઇ મડીયાભાઇ મોહનીયા નામના યુવક મયુરનગર ગામે પ્રાથમીક શાળામાં બાંધકામ કારતા હતા ત્યારે ૩૦ થી ૩૫ ફુટ ઉંચાઇએથી પગ સ્લીપ થતા નીચે પડતા શરીરે ઇજા થતા તેને સારવારમાં રાજકોટ દાખલ કરેલ જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!