Tuesday, September 17, 2024
HomeGujarat'કોન્ટ્રાક્ટ તો મારો જ ચાલશે':ખુલ્લી તલવાર સાથે સીરામીક ફેકટરીમાં ધસી આવી કોન્ટ્રાક્ટરે...

‘કોન્ટ્રાક્ટ તો મારો જ ચાલશે’:ખુલ્લી તલવાર સાથે સીરામીક ફેકટરીમાં ધસી આવી કોન્ટ્રાક્ટરે આપી ધમકી

મોરબીમાં દિન પ્રતિદિન લુખ્ખા તત્વો બેફામ બન્યા છે અને મોરબીમાં સીરામીક ફેકટરીમાં આવા લુખ્ખાગીરીના મારામારીના નાના મોટા બનાવ બનવા એ રોજ બરોજની વાત છે.

- Advertisement -
- Advertisement -

જેમાં આજે ફરીથી એક બનાવ બન્યો છે જેમાં મોરબી ના પીપળી રોડ પર આવેક સ્પેન્ટાગોન સીરામીક કંપનીમાં કોન્ટ્રાક્ટ ચલાવતા એક શખ્સ રનદીપ જાટ દ્વારા ખુલ્લી તલવાર સાથે ધસી આવી આખી ફેક્ટરીને બાનમાં લીધી હતી અને ફેકટરીના માલીક પ્રકાશભાઈ બારૈયા પર હુમલો કર્યો હતો પરંતુ સદનસીબે પ્રકાશભાઈ નો બચાવ થયો હતો ત્યાર બાદ કોન્ટ્રાક્ટર પોતાના ઘરે જતો રહ્યો હતો અને ફેકટરીના સંચાલકો સમાધાન માટે તેની પાસે ગયા હતા જ્યા પણ આ લૂખા દ્વારા તલવાર સાથે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો .

જેથી તમામ ઉદ્યોગકારો દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકે પહોંચીને આ લૂખા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી અને મોરબી તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લઈ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી બીજી તરફ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા મોરબી જિલ્લા પોલીસ વડાને પત્ર લખી આવા લૂખા તત્વોને ડામવા કડક પગલાં લેવા તાકીદ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!