રંગપર ગામની સીમ જય સોમનાથ પેટ્રોલપંપ નજીક કર્મયોગી કોમ્પલેક્ષ સામે તા. ૧૨/૦૧/૨૦૧૫ ના રોજ આરોપીએ મરચાની ભૂકી છાંટી મારી નાખવાના ઇરાદે હુમલો કરવામાં આવ્યો હતો. જે કેસમાં પ્રિન્સિપાલ સેશન્સ જજની કોર્ટ દ્વારા આરોપીને ૦૫ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.૧૦,૦૦૦/-નો દંડ અને આરોપી જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ૦ર માસની સાદી કેદની સજા ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, રંગપર ગામની સીમ જય સોમનાથ પેટ્રોલપંપ નજીક કર્મયોગી કોમ્પલેક્ષ સામે તા. ૧૨/૦૧/૨૦૧૫ ફરીયાદીને આરોપી પ્રિન્સ વ્યાસે મરચાની ભુકી છાંટી પકડી રાખી આરોપી જીજ્ઞેશભાઈ ચાઉ દ્વારા મારી નાંખવાના ઈરાદે ફરીયાદી ચંદ્રસિંહ ઝાલાની ડોક તથા ચહેરા તથા માથા પર છરી વડે જીવલેણ ઈજાઓ કરી, ગુન્હામાં એક બીજાને મદદગારી કરતા મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ પ્રિન્સીપાલ સેશન્સ જજની કોર્ટમાં ચાલતા જિલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાની દ્વારા દલીલો કરી મૌખિક 15 અને દસ્તાવેજી 21 પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જે કેસમાં કોર્ટ દ્વારા આરોપી પ્રિન્સભાઈ અરવિંદ ભાઈ વ્યાસને ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૭ સાથે વાંચતા કલમ-૧૧૪ મુજબના શીલાપાત્ર ગુના અન્વયે ૦૫ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.૧૦,૦૦૦/-નો દંડ અને આરોપી જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ૦ર માસની સાદી કેદની સજા ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ આરોપી જીજ્ઞેશભાઈની ચાઉની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવાનો હુકમ મોરબી તાલુકા પોલીસના પીઆઈ ને કરવામાં આવ્યો છે.