Tuesday, November 19, 2024
HomeGujaratટંકારા તાલુકાના ધુનડા ગામની સીમમાં દુષ્કર્મ ગુજારનારને કોર્ટે ફટકારી આકરી સજા

ટંકારા તાલુકાના ધુનડા ગામની સીમમાં દુષ્કર્મ ગુજારનારને કોર્ટે ફટકારી આકરી સજા

ટંકારા તાલુકાના ધુનડા ગામની સીમમાં ખેત મજૂરી કરતા પરિવારની પુત્રીને સાડા તેર વર્ષ વાળીને આરોપીએ કાયદેસરના વાલીપણા માંથી લગ્ન કરવાના ઇરાદે ભગાડી અપહરણ કરી લઇ જતા ભોગ બનનારની મરજી વિરુદ્ધ બળજબરીથી અવાર નવાર શરીર સબંધ બાંધી દુષ્કર્મ ગુજારી ગુન્હો આચરતા આરોપીને મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના ધુનડા ગામની સીમમાં વાડીએ રહેતા અને મૂળ દાહોદના વતની શ્રમિક પરિવારની સગીર પુત્રીને આરોપી નાનો ઉર્ફે મોતીયો કાંતિભાઈ ઉર્ફે કાનો સેમલીયા ભુરીયાએ કાયદેસરના વાલીપણા માંથી લગ્ન કરવાના ઇરાદે ભગાડી અપહરણ કરી લઇ જતા ભોગ બનનારની મરજી વિરુદ્ધ બળજબરીથી અવાર નવાર શરીર સબંધ બાંધી દુષ્કર્મ ગુજારી જાતીય હુમલો કરી ગુન્હો કર્યાનું સામે આવતા 21/11/2020 ના રોજ ગુન્હો દાખલ કરાયો હતો. ત્યારે મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા 25/10/2023 ના રોજ આરોપીને 363 કલમ હેઠળ ગુન્હેગાર ઠેરવી પાંચ વર્ષની કેદ અને 5,000 રૂપિયા દંડ અને દંડ ન ભારે તો એક માસની વધુ સજા, કલમ 366 હેઠળ સાત વર્ષની સજા અને 7,000 નો દંડ અને દંડ ન ભરે તો 6 માસની વધુ સજા,પોક્સો કલમ હેઠળ 20 વર્ષની સજા અને 20,000 દંડ અને દંડ ન ભરે તો 6 માસની વધુ સજા ફટકારવામાં આવી હતી. તેમજ ભોગ બનનારને વિક્ટિમ કમ્પૅનશેસન સ્કીમ હેઠળ 4,00,000 વળતર અને આરોપીની કુલ દંડની રકમ 32,000 સહીત 4,32,000 વળતર ચુકવવાની કોર્ટે જાહર કર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!