ડ્રાઈવિંગ સીટની બાજુમાં બેસેલ હોય એટલે કોઈ આરોપી ન બની જાય:બચાવપક્ષના વકીલની દલીલ કોર્ટે માન્ય રાખી
ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલા પોલીસ કર્મચારી બુટલેગર સાથે દારૂની મહેફીલ માણતી અને પોલીસને જોઈ પોલીસ પર થાર ગાડી ચડાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે બાબતે કેસ ભચાઉ કચ્છ અધિક ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ દીપક સૂર્યકાંત ડાભીની કોર્ટમાં ચાલતા આરોપી મહિલા પોલીસના વકીલે જામીન માટે અરજી કરી હતી જેને દલીલો બાદ કોર્ટ દ્વારા રૂપિયા 25,000 ના જામીન શરતોને આધારે મંજૂર કર્યા હતા.
મળતી માહિતી અનુસાર, ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલા પોલીસ કર્મચારી બુટલેગર સાથે દારૂની મહેફીલ માણતા તેમજ પોલીસને જોઈને પોલીસ પર થાર ગાડી ચડાવી દેવાનો આક્ષેપ થયો હતો. જે બાબતે કેસ ભચાઉ કચ્છ અધિક ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ દીપક સૂર્યકાંત ડાભીની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં વકીલે દલીલ કરતાં કહ્યું હતું કે આરોપીનો રોલ માત્ર એટલો જ છે કે મહિલા આરોપી થાર ગાડીમાં ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠેલ હતા. અને તે પોલીસ કર્મચારી છે તેઓએ પોલીસને જોઈને થાર ગાડી રોકાવવાની જગ્યાએ અન્ય આરોપી યુવરાજસિંહ જાડેજાની પાસે થાર ગાડી ન રોકાવી ગુનો કરવામાં મદદગારી કરેલ હોવાનો આક્ષેપ કરવામાં આવેલ છે. બંન્ને પક્ષકારોની દલીલો નજર સમક્ષ રાખતા આરોપી તરફે સીઆરસીસી કલમ-૪૩૭ ના પ્રોવીઝો તરફ આ અદાલતનું આરોપી તરફે ધ્યાન દોરવામાં આવેલ છે. તે મુજબ હાલના આરોપી સ્ત્રી આરોપી છે. આરોપી સામે ભારતીય દંડ સંહીતાની કલમ-૩૦૭, ૧૧૪ ના ગુનાનો આરોપ મુકવામાં આવેલ છે. જે આરોપ મુજબ ભારતીય દંડ સંહીતાની કલમ-૩૦૭માં જણાવ્યા મુજબ કોઈ જ પોલીસના કર્મચારીને થાર ગાડીથી આરોપી દ્વારા ઈજા પહોંચાડેલ હોય તેવો ફરિયાદપક્ષનો આક્ષેપ નથી. આ અદાલતે જામીન અરજીના તબકકે પુરાવાનુ મુલ્યાંકન કરવાનુ નથી પરંતુ એફઆઈઆરમાં ફરિયાદપક્ષે જાહેર કરેલી હકીકતો વંચાણે લેતા આ કામના સ્ત્રી આરોપીનો રોલ ધ્યાને લેતા થાર ગાડીમાં બાજુની સીટ પર બેસેલ હોવા માત્રથી આરોપીના જામીન નકારવામાં આવે તો આરોપીને પ્રિ ટ્રાયલ કનવીકશન થાય તેમ કહી શકાય જેવી દલીલો કરતા કોર્ટ દ્વારા મહિલા આરોપી નીતાબેન વશરામભાઈ ચૌધરીને જામીન અરજી રૂા.૨૫,૦૦૦/-ના જામીન તથા એટલી જ રકમના જાત મુચરકા રજુ કર્યેથી શરતોને આધીન જામીન મંજુર કરવામાં આવ્યા છે. જેમાં આરોપીએ દર મહીનાની ૧ અને ૧૬ તારીખે ભચાઉ પોલીસ સ્ટેશનમાં આ ગુનાનુ ચાર્જશીટ ન થાય ત્યાં સુધી હાજરી પુરાવવી, આરોપીએ આ પ્રકારના કે અન્ય પ્રકારના ગુનામાં સીધી કે આડકતરી રીતે સંડોવવુ નહી, કે આરોપીએ ફરિયાદપક્ષના સાહેદો સાથે સીધી કે આડકતરી રીતે લોભ, લાલચ કે પ્રલોભન આપવા નહી કે સાક્ષીઓને ફોડવાનો પ્રયત્ન કરવો નહી, આરોપી પાસપોર્ટ ધરાવતા હોય તો જમા કરાવવો તેવી શરતો એ જામીન મંજૂર કર્યા છે.