મોરબી જિલ્લાની અધિક સેશન્સ અદાલતે મોરબીના ખોખરા હનુમાન પાસે થયેલ ચકચારી હત્યાના ગુનામાં તમામ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. વકીલોની ધારદાર દલીલો ને ધ્યાનમાં રાખીને કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાની અધિક સેશન્સ અદાલતે મોરબીના ખોખરા હનુમાન પાસે થયેલ હત્યાના ગુનામાં તમામ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. જે બનાવમાં ફરિયાદીના ભાઈ ફેકટરીમાં કામ કરતાં હોય જ્યારે કોઈ કારણસર બહાર જતા અજાણ્યા માણસે છાતીમાં ભાગે છરી ઘા મારી મોત નિપજાવી ભાગી જતાં પોલીસે ૩૦૨ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદાના સંધર્ષમાં આવેલા ત્રણ બાળકોને હસ્ત ગત કર્યા હતા. કાયદાના સંધર્ષ માં આવેલા બાળકો વતી મોરબી જિલ્લા સિનિયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ આર. અગેચાણીયા રોકાયા હતાં. જેમણે જામીન મેળવવા મોરબી કોર્ટમાં અરજી કરી હતી.બચાવ પક્ષે ધારદાર દલીલો કરી બંને પક્ષની દલીલો સાંભળી અંતે કોર્ટે કિશોરોને શરતી જામીન આપવાનો હુકમ કર્યો હતો. વકીલ દિલીપભાઈ અગેચાણીયા સાથે જીતેન ડી.અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીઝુવાડિયા, રવી ચાવડા અને હિતેશ પરમાર રોકાયા હતા.