મોરબી શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા. ૨૩/૧૧/૨૦૨૧ ને રાત્રીના બારેક વાગ્યા આસપાસ ફરીયાદીના ભત્રીજા નવધણભાઈ સાથી અમનભાઈ જહાંગીરભાઈ બન્ને જણા બનાવવાળી જગ્યા પાસે મોટર સાયકલ બંધ પડતા ઉભા રહેતા આરોપી મોહસીન ઉર્ફે ગજની ખોખર ત્યાં આવી અહી કેમ ઉભો છે તેમ કહી આરોપીએ ફરીયાદીના ભત્રીજાને આપી ઉશ્કેરાઈ મૃત્યુ પામનારને છરી વડે છાતીના ભાગે એક ઘા મારી મૃત્યુ નીપજાવી નાશી છૂટ્યો હતો. જે ગુન્હામાં મોરબી બીજા એડિશનલ સેશન્સ જજ વિરાટ બુધ્ધ સાહેબ દ્વારા આજીવન કેદની સખ્ત સજા અને બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા. ૨૩/૧૧/૨૦૨૧ ને રાત્રીના બારેક વાગ્યા આસપાસ ફરિયાદોનો ભત્રીજા નવધનભાઈ અને સાથે અમનભાઈ જહાંગીરભાઈ બંને જણાનું બનાવ વાળી જગ્યાએ મોટર સાયકલ બંધ પડી જતાં આરોપી મોહસીન ઉર્ફે ગજની ખોખર ત્યાં આવી અહી કેમ ઉભો છો તેમ કહી ફરિયાદીના ભત્રીજાને ગાળો આપી ઉશ્કેરાઈ પોતાની પાસે રહેલ છરી વડે ફરિયાદીના ભત્રીજાના છાતીના ભાગે એક ધા મારી મૃત્યુ નીપજાવી નાશી જતાં આરોપી વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાયો હતો. જે બનાવમાં બીજા એડિશનલ સેશન્સ જજ વિરાટ એ બુધ્ધ સાહેબની કોર્ટમાં સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા ૭ મૌખિક અને ૩૬ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જે કેસમાં આરોપી મોહસીન ઉર્ફે ગજની ખોખરને તકસીરવાન ઠેરવી કલમ – ૩૦૨ હેઠળ ગુન્હામાં આજીવન સખ્ત કેદની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ દંડ ભરવામાં કસુર કરે તો વધુ એક વર્ષની સજા ભોગવવાનો હુકમ મોરબી બીજા એડિશનલ સેશન્સ જજ વિરાટ એ બુધ્ધ સાહેબ દ્વારા આપવામાં આવ્યો છે.