મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે પૂર્વ બાતમીને આધારે માળીયા નેશનલ હાઇવેથી કાજરડા ગામ તરફ જવાના રસ્તે હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલમાં નીકળેલ એક શખ્સને રોકી તેની તલાસી લેતા તેના પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક કિ.રૂ.૨,૦૦૦/-મળી આવી હતી જેથી તુરંત આરોપી સિકંદરભાઇ જાકુબભાઇ હરદોરભાઇ કાજેડીયા ઉવ.૩૦ રહે.કાજરડા તા.માળીયા(મી) વાળાની અટક કરી તેની વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.