Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં ધારાસભ્યની વાયરલ ઓડિયો કલીપ મામલે મારામારીની ફરિયાદ નોંધાવનારનો ગુનાહિત ઇતિહાસ;પત્ની પણ...

મોરબીમાં ધારાસભ્યની વાયરલ ઓડિયો કલીપ મામલે મારામારીની ફરિયાદ નોંધાવનારનો ગુનાહિત ઇતિહાસ;પત્ની પણ ત્રાસી ગઈ;મા બાપને પણ દિકરાની બીક લાગે છે!

પ્રગ્નેશ ગોઠી પત્નીને માર મારવો,પત્નીનું સોનુ ચોરી વેચી માર્યું,માતા પિતાનું સોનુ ચોરી વેચી માર્યું,સાળાની કાર વેચી નાખી,દારૂ,જુગાર,લેન્ડ ગ્રેબિંગ સહિત ૧૩ ગુના નોંધાયેલ છે તેમજ માતા પિતા પણ દિકરા પ્રગ્નેશ બીવે છે! વાંચો વિગતવાર

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ભાજપના કહેવાતા નેતા પ્રગ્નેશ ગોઠી ની ઓડિયો કલીપ વાયરલ થઈ હતી જેમાં ગુંડા ભાજપમાં આવી ગયા છે કોંગ્રેસમાં ક્યાં છે? તેવું કહીને ધારાસભ્ય પણ વિવાદમાં ફસાયા હતા જોકે ત્યાર બાદ થોડા દિવસ બાદ આ ઓડિયો ક્લિપમાં સામે છેડે વાત કરનાર ભાજપનો કહેવાતો નેતા પ્રગ્નેશ ગોઠીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેમાં અમિત અવાડિયા નામના વ્યક્તિએ એ સાત થી આઠ લોકો સાથે મળી હુમલો કર્યાની ફરિયાદ નીંધાવી હતી.

જેમાં આરોપી અમિત અવાડિયા એ આગોતરા જમીન અરજી કરી હતી જેની દલીલ દરમિયાન ફરિયાદિ પ્રેગ્નશ ગોઠી ના ગુનાહિત ઇતિહાસનો મસમોટું લિસ્ટ સામે આવ્યું હતું.જેમાં પ્રગ્નેશ ગોઠી પર લેન્ડ ગ્રેબિંગ, દારુ, જુગાર સહિતના ૧૩ જેટલા ગુનાઓનું લિસ્ટ સામે આવ્યું છે તેનાથી વિશેષ પ્રગ્નેશ ગોઠી ની પત્ની પણ તેના પતિ પ્રગ્નેશની દારૂ જુગાર ની ટેવ તેમજ પત્નિને માર મારવો ,પત્નીની ગર્ભાવસ્થા દરમિયાન સારવાર ન કરાવી હતી ત્યારે બાદ તેમને પુત્ર નો જન્મ થયા બાદ પણ બેદરકાર પતિ પ્રગ્નેશ ગોઠી એ પોતાની પત્ની અને સંતાનનો કોઈ સાર સંભાળ રાખી ન હતી જેથી માતા પુત્ર બન્ને મોરબી સાસુ સસરા સાથે રહેવા આવતા રહ્યા હતા તો થોડા દિવસ બાદ પ્રગ્નેશ ગોઠી ત્યાં રહેવા આવી ગયો અને પોતાના લક્ષણો બતાવવાના શરૂ કરી દીધા હતા.

જેથી પત્નીએ બાળકના ભવિષ્યની ચિંતા કરી પતિ પ્રગ્નેશ ને આવી હરકતો ન કરવા કહેતા ગાળો આપી માર મારી કહેતો કે હું જુગાર રમિશ દારૂ પીને આવીશ એટલે તારે તારા બાપ પાસેથી પૈસા લઈ ને આપવાના રહેશે.જેથી પત્નીએ આવું કરવાની ના કહેતા માર મારી પત્નીનું વિસ તોલા સોનુ પડાવી લીધું હતું અને વહેંચી નાખ્યું હતું અને બચત કરેલ પૈસા પણ પડાવી લીધા હતા.ત્યાર બાદ પ્રગ્નેશ ગોઠી એ પોતાના સાળાની કાર ચાલવવાના બહાને લઈ જઈને વહેંચી નાખી હતી .

હદ તો ત્યાં થઈ ગઈ કે પત્નીએ પોતાના પતિની આવી હરકતો વિશે સાસુ સસરાને વાત કરતા તેઓએ પણ કહ્યું હતું કે પ્રગ્નેશ એ તેમના માતા પિતાનું પણ સોનુ ચોરી કરી વહેંચી નાખ્યું છે અને દીકરો કહ્યા માં નથી અને દીકરાને કાઈ કહે તો તેમને પણ માર મારે છે.તેથી તું માવતરે જતી રહે.જે બાદ અરજદાર પત્ની પોતાના ખાનપર મુકામેં આવેલ માવતરે જતી રહી હતી તો પ્રગ્નેશ દ્વારા ત્યાં જઈને પણ પત્ની ને ગાળો આપી મુધમાર મારી સસરિયાને મારી નાખવાની ધમકી આપી હતી જેથી સમગ્ર મામલે પ્રગ્નેશની પત્ની દ્વારા જિલ્લા કલેકટરને અરજી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!