Saturday, February 22, 2025
HomeGujaratમોરબી જીલ્લામાં કાળચક્ર ફરી વળ્યું, એક જ દિવસમાં છ અપમૃત્યુના બનાવથી ચકચાર

મોરબી જીલ્લામાં કાળચક્ર ફરી વળ્યું, એક જ દિવસમાં છ અપમૃત્યુના બનાવથી ચકચાર

મોરબી જીલ્લામાં ગઈકાલ તા.૨૦ ફેબ્રુઆરીના એક જ દિવસમાં અલગ અલગ છ અપમૃત્યુના બનાવ પોલીસ દફતરે નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં જ ત્રણ તેમજ હળવદમાં એક અને વાંકાનેરમાં ત્રણ સહિત કુલ છ અપમૃત્યુના બનાવ સામે આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના પ્રથમ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ જીઆઇડીસી સાંઈબાબા કારખાનાની રૂમમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની સવનુભાઇ ભદાભાઇ મારવી ઉવ.૪૮ને કોઇ કામધંધો ચાલતો ન હોય જે બાબતે મનમા લાગી આવતા પોતે પોતાની જાતે મોડન સ્કુલ વગડીયા સીમ ચીનુભાઇ ખેતસીભાઇ પટેલની વાડીના શેઢે લીમડાની ડાળી સાથે સફેદ કપડુ બાધી ગળેફાસો ખાઇ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ હળવદ પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં મોરબીના ધરમપુર રોડ ઉપર લાભનગર નજીક મફતિયાપરામાં રહેતા ચતુરભાઇ સોમાભાઇ સાલાણિ ઉવ.૨૫ ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણોસર દાઝી જતા તેનું મૃત્યુ નીપજ્યું હોય ત્યારે મૃતક ચતુરભાઈના સગા વ્હાલા તેમનો મૃતદેહ પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

જ્યારે ત્રીજા અપમૃત્યુના બનાવ અંગે મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં રહેતા વિજયભાઇ લાલજીભાઇ સોલકી ઉવ.૩૭ ગઈ તા.૦૪/૦૨ના રોજ નજરબાગ રેલ્વે સ્ટેશનથી ભડિયાદ તરફના રેલ્વે ટ્રેક ઉપર પસાર થતી ટ્રેઈન હડફેટે આવી જતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે સારવાર અર્થે વિજયભાઈને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવારમાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરતા જ્યાં તા.૧૯/૦૨ ના રોજ વિજયભાઈનું સારવાર દરમિયાન મોત નિપજતા બી ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી આગળની વધુ તપાસ ચલાવી છે.

આ ઉપરાંત અપમૃત્યુના ચોથા બનાવમાં જીલ અનિલભાઇ મગનભાઇ બારડ ઉવ.૧૯ રહે.કારીયા સોસાયટી વાવડી રોડ મોરબીવાળાએ કોઈ અકળ કારણોસર પોતાના રહેણાંક ખાતે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી સીટી એ ડિવિઝન પોલીસે મૃત્યુ અંગેની પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

પાંચમા અપમૃત્યુના બનાવમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સોલારીસ સીરામીકની લેબર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની શૈલેન્દ્રકુમાર પ્રમોદકુમાર ઉવ.૧૯ એ તા.૨૦/૦૨ના રોજ કોઈ કારણોસર કારખાનાની પોતાની રૂમ ખાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની લાશ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસ ટીમ સ્થળ ઉઓર પહોંચી અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

આ સિવાય છઠ્ઠા અપમૃત્યુના બનાવ અંગે હીનાબેન રફિકભાઇ ઇબ્રાહીમભાઇ બાબરીયા ઉવ.૨૩ રહે.મીલ સોસાયટી ચાર માળીયા બિલ્ડીંગ હાઉસીંગ વાંકાનેરવાળાએ ગઈકાલ તા.૨૦/૦૨ના રોજ ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી તેની લાશને પીએમ અર્થે હોસ્પિટલ લાવતા પ્રાથમિક તપાસમાં મૃતસ્ક પરિણીતા ઉપર તેના પતિ રફિકભાઇ નાની નાની વાતમા શક વહેમ કરતા હોય અને બંને વચ્ચે ઝગડો થતો હોય જેથી મરણજનારને આ વાતનુ લાગી આવતા પોતાની જાતે બનાવવાળી જગ્યાએ ઘરના રૂમના પંખામા ચુંદડી બાંધી પોતાની જાતે ગળેફાસો ખાય લીધો હતો, આ ઉપરાંત મરણજનાર હીનાબેનના ૬ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું સામે આવ્યું હતું હાલ વાંકાનેર સીટી પોલીસે અ. મોત રજી.કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!