Wednesday, December 25, 2024
HomeGujaratટંકારાના ખેતમજૂર પરિવારની પુત્રી લોંગ જમ્પમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને

ટંકારાના ખેતમજૂર પરિવારની પુત્રી લોંગ જમ્પમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને

ધો. 6માં અભ્યાસ કરતી લલિતાએ રમત-ગમતમાં અતિશય રુચિ અને કઠોર મહેનતથી અદભુત સિદ્ધિ મેળવી

- Advertisement -
- Advertisement -

ટંકારા : ટંકારા પંથકમાં ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની એવા ખેતમજૂર પરિવારની પુત્રીએ લોંગ જમ્પમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને વિજેતા થઈ છે. એટલું જ નહીં દોડની સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં ત્રીજો નંબર મેળવ્યો છે. પુત્રીની અદભુત સિદ્ધિથી સામાન્ય ખેત મજૂર માતા-પિતાની છાતી ગજ ગજ ફૂલી ગઈ ગઈ છે. પુત્રીની રમત-ગમત ક્ષેત્રની ઘેલછા આટલી ઝળહળતી સિદ્ધિ અપાવશે, એ વાતનો આનંદ તેમનામાં સમાતો નથી. સામન્ય રીતે વતન છોડ્યા બાદ રોજીરોટી માટે વારંવાર સ્થળાંતર કરતા આવા પરિવારના સંતાનોનું શિક્ષણ કાર્ય છૂટી જતું હોય છે. પણ આ પરિવારની પુત્રીએ ભણતરની સાથે રમત-ગમતમાં રુચિ કેળવીને જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે.

મુળ મધ્ય પ્રદેશના અલિરાજપુર જીલ્લાના ઉદયગઠક તાલુકાના નાના એવા કસ્બા ઉબેરી ગામના વતની પચાયા આલમસિંગભાઈ 12 વર્ષ પહેલાં મોરબી જિલ્લાના ટંકારાના વાધગઢ ગામે ખેતમજુરી માટે આવ્યા હતા. આ ગામની શાળામા તેમની પુત્રી લલિતાને અક્ષર જ્ઞાાન મળે એ માટે એડમિશન કરાવ્યુ હતું. લલિતાની કોઠાસૂઝ અને મક્કમ મનોબળને કારણે શાળાના શિક્ષકે આ દીકરી રમત-ગમત ક્ષેત્રે ખૂબ આગળ વધશે એવું સ્વપ્ન સેવ્યું હતું. આથી, શિક્ષકે લલિતાની અંદર રહેલી રમતગમત કલાને વિકસિત કરવા માટે ટ્રેનિંગ આપી સતત પ્રોત્સાહન આપ્યું હતું.

જેથી, તાલુકા અને જીલ્લા કક્ષાની રમતો ભાગ લઈને લલીતા ભાગ લઈને પ્રથમ નંબર મેળવી રાજ્ય કક્ષાનું સ્થાન કબજે કર્યુ હતું. મ્રાઈગેટ ઉપરાંત બીજા રાજ્યથી ગુજરાત આવી લલિતાએ બન્ને રાજ્ય નુ ગૌરવ વધાર્યું છે. થોડા સમય પહેલાં યોજાયેલી રમતગમત સ્પર્ધામાં લલિતા લોંગ જમ્પમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરે વિજેતા થઈ છે. તેમજ દોડમાં ગુજરાત રાજ્યમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ધો. 6માં અભ્યાસ કરતી લલીતાએ રમતગમતમાં અદભુત સિદ્ધિ મેળવી પોતાની વાઘગઢ પ્રાથમિક શાળા તેમજ ટંકારા તાલુકો અને મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.

પચાયા લલીતાબેન આલમસિંગભાઈ ટંકારાના વાઘગઢ પ્રાથમિક શાળામાં ધોરણ પહેલામાં દાખલ થઈ હતી અને તેમણે ચોથા ધોરણ સુધી અભ્યાસ અહીં કર્યો છે. જેમા જીલ્લા કક્ષાની રમતો જીત્યા બાદ આગળ રમતની નિપુણતા પ્રાપ્ત કરવા શિક્ષકોની સલાહથી નેશનલ સ્પોર્ટ્સ એકેડેમી નડિયાદ ખાતે પ્રવેશ મેળવ્યો છે. હાલ તેના પરિવારના સભ્યો ટંકારાના ગામડે રહી ખેત મજુરી કરે છે અને લલિતા ધોરણ 6મા અભ્યાસ સાથે રમતની તાલિમ હોસ્ટેલમા લઈ રહી છે.

બહારના રાજ્યમાંથી ટંકારા રહેવા આવેલ આલમસિંગભાઈ છેલ્લા બાર વર્ષથી વાઘગઢમાં ખેતમજૂરી કામ કરે છે. તેમને એક પણ વ્યસન નથી. વ્યસનના પૈસા અભ્યાસમાં લગાવી તેમના બે સંતાનોને ડિ.એલ.એસ.એસ. સ્કૂલમાં એડમિશન કરાવ્યુ છે. શ્રી વાઘગઢ પ્રાથમિક શાળાના સ્ટાફના અથાગ પ્રયત્નથી અન્ય 23 બાળકો પણ dlss સ્કૂલમાં એડમિશન મેળવી ચૂક્યા છે. તેમની કારકિર્દીમાં આગળ ધપાવવાનો શ્રેય તેમના શિક્ષક દેવેન્દ્રભાઈ ફેફર, નવનીતભાઈ ફેફર, રમણીકભાઈ વડાવીયા તેમજ સ્ટાફ પરિવારને જાય છે. સાવ નાની એવી સ્કૂલની સફળતા આજે ગુજરાતમાં ટોપ સુધી પહોંચી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!