Thursday, December 26, 2024
HomeGujaratમાળીયા તાલુકાના નાના દહીસરાની દિકરીએ રાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડી ગૌરવ વધાર્યું

માળીયા તાલુકાના નાના દહીસરાની દિકરીએ રાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડી ગૌરવ વધાર્યું

મોરબી જીલ્લાના માળીયા તાલુકાના નાના દહીસરાની દિકરી અને વરષામેળીની વવારું એ નેશનલ કક્ષાએ ડંકો વગાડી પરિવારનું ગૌરવ વધાર્યું છે. લોધિકાના રાતૈયા પ્રાથમિક શાળાના શિક્ષિકાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અપૅણ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાંથી 144 વ્યક્તિઓની પસંદગી બાદ શિક્ષણક્ષેત્રે યોગદાન માટે કવિતાબેનની પસંદગી કરવામાં આવતા રાજકોટ જિલ્લાની તમામ શાળાઓના આચાર્યની હાજરીમાં હેમુગઢવી હોલ ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના નાના દહીસરાની દિકરીને વરષામેળી ગામની વહુવારૂ અને હાલે રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના નાના એવા રાતૈયા ગામના વિજ્ઞાન વિષયના શિક્ષકને તાજેતરમાં નવોદયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. નવોદયન એવોર્ડ માટે સમગ્ર દેશમાંથી અલગ અલગ 144 લોકોની પસંદગી બાદ નિર્ણાયક દ્વારા અલગ-અલગ 15 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. જેમાં રાજકોટ જિલ્લાના વિજ્ઞાન શિક્ષક કવિતાબેન ભટાસણાની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરી એવોર્ડ એનાયત કરવામાં આવતા તેઓને ચોતરફથી શુભકામનાઓ મળી રહી છે. તાજેતરમાં આઝાદ રિસર્ચ સેન્ટર ,છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ )મહારાષ્ટ્ર ખાતે 5મી નવોદયન એલ્યુમીની મીટ મળી હતી. જેમાં સમગ્ર દેશમાંથી ડિફેન્સ, આર્ટસ, એડમિનિસ્ટ્રેશન, સોશિયલવર્ક, એગ્રિકલચર, સાયન્સ, કોમર્સ, લીડરશીપ, હેલ્થ, ટેક્નોલોજી, સ્પોર્ટ્સ, પર્યાવરણ, પત્રકારિત્વ, શિક્ષણ, આર્ટસ અને ક્લચર ક્ષેત્રે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સમારોહ પૂર્વે સંસ્થા દ્વારા 144 લોકોની પસંદગી કરી પાંચ જજની પેનલ દ્વારા ઇન્ટરવ્યૂ બાદ ફાઇનલ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી જેમાં શ્રેષ્ઠતમ શિક્ષણ આપવા બદલ લોધિકાના રાતૈયા ગામના શિક્ષિકા કવિતાબેન ભટાસણાની પસંદગી કરી એવોર્ડ એનાયત કરવામાં આવતા રાજકોટ જિલ્લાનું ગૌરવ વધ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ કવિતાબેન ભટાસણાને વિજ્ઞાન ક્ષેત્રે વિવિધ પ્રવૃતિઓ કરાવી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવા બદલ રાષ્ટ્રીયકક્ષાએ 4 વખત, રાજ્યકક્ષાએ 11 વખત અને જિલ્લા કક્ષાએ અનેક વખત શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું છે. નેશનલ કક્ષાએ પસંદગી પામવા બદલ જિલ્લા વિકાસ અધિકારી નવનાથ સર, જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત સર, નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી વાણવી સાહેબ, રાજકોટ જિલ્લાના તમામ ટીપીઓ, સમસ્ત બી.આર.સી, રાજકોટ જિલ્લાની તમામ શાળાઓના આચાર્યની ઉપસ્થિતિમાં હેમુ ગઢવી હોલ ખાતે સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!