ગઈકાલે 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2023 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું હતું. જેમાં મોરબી સબ જેલના ઇન્ચાર્જ જેલર પી.એમ ચાવડાની દીકરી રીધીબેન ચાવડાએ ધોરણ ૧૨ કોમર્સમાં ૯૯.૬ પીઆર મેળવી ઝળહળતી સફળતા મેળવી છે. જે સફળતા બદલ નવયુગ સ્કૂલ મોરબી અને ચાવડા પરિવાર તેમજ મોરબી સબ જેલ પરિવારે અભિનંદન પાઠવ્યા છે.