Wednesday, April 17, 2024
HomeGujaratહળવદના મેરુપર ગામે માં મોગલ ના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી

હળવદના મેરુપર ગામે માં મોગલ ના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી

થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત ભાવિકો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

- Advertisement -
- Advertisement -

જગવિખ્યાત માં મોગલ આઈનો ગઇકાલે પ્રાગટ્ય દિવસ હતો જેને લઇ મોગલ છોરુંઓ દ્વારા ભાવ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હળવદ તાલુકાના મેરુપર ગામે આવેલ મોગલ ધામ ખાતે મોગલ માં ના પ્રાગટ્ય દિવસની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને તાલુકા અને આસપાસના વિસ્તારના ભાવિકો શ્રદ્ધાપૂર્વક માં મોગલ ના દર્શન નો લાભ લીધો હતો સાથે સાથે રાજકીય આગેવાનોએ પણ માં મોગલ ના દર્શન કર્યા હતા

હળવદ તાલુકાના મેરુપર ગામે હજારો ભાવિક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે તેવા માં મોગલ ધામ ખાતે આજે આઈ ના પ્રાગટ્ય દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને હજારો ભાવિક ભક્તોએ માના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરી ધન્ય થયા હતા માતાજીને ધૂપ દીપ નૈવેધ ધરી શાસ્ત્રોક્ત વિધિ યજ્ઞ કાર્ય કરી માં ના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી

આ કાર્યક્રમમાં થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલ,યુથ કોંગ્રેસ પ્રમુખ અનિરુદ્ધસિંહ ખેર, હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવે સહિત તાલુકા ભરમાંથી માં મોગલ ને માનતા દરેક વર્ગના ભાવિક ભક્તો માના આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્યા હતા

આ કાર્યક્રમને સફળ બનાવવા મોગલ ધામ મેરૂપર ના ભુવા શ્રી રણજીતભાઇ ખેર,ભરતભાઈ ખેર,વાસુદેવભાઈ ખેર,દિનેશભાઈ પટેલ,બકા મારાજ સહિત મોગલ છોરુ ટીમ ૦૪ના યુવા સભ્યોએ ભારે જહેમત ઊઠાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!