મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મેરી ટાઈમ બોર્ડની ઓફીસ પાસેથી ગત તા.૧૯/૧૧ના રોજ બપોરના અરસામાં એક અજાણ્યા પુરુષ ઉવ. આશરે ૫૦ વર્ષ મૃત હાલતમાં મળી આવેલ હોય જેથી તેમની ડેડબોડી એમ્બ્યુલન્સ મારફત મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, ત્યારે હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી, હાલ બી ડિવિઝન પોલીસે ઇન્કવેસ્ટ પંચનામા સહિતની કામગીરી હાથ ધરી મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી અજાણ્યા પુરુષના વાલી-વારસની શોધખોળ શરૂ કરી છે.