મોરબીમાં ગઈકાલે એક જ દિવસમાં બે અકાળે મોતના બનાવો સામે આવ્યા છે. જેમાં વાંકાનેરના એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પો જતા તેનું મોત નીપજ્યું છે. જયારે ટંકારાના એક વૃધ્ધને સાપ કરડી જતા તેનું મોત નીપજ્યું છે.
પ્રથમ બનાવમાં, વાંકાનેરનાં ગાંગીયાવદર ગામે રહેતા શામજીભાઇ વાલજીભાઇ મકવાણા નામના યુવકે ગત તા.૨૬/૦૮/૨૦૨૩ના રોજ રાત્રીના સમયે કોઇપણ કારણોસર ઝેરી દવા પી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની મંગલમ હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.
બીજા બનાવમાં, ટંકારાનાં જબલપુર ગમે રહેતા વસંતભાઇ મોહનભાઇ ફેફર નામના વૃધ્ધ જબલપુરની સીમમા ગઈકાલે પોતાના વાડીએ ખેતીકામ કરી રહ્યા હતા. ત્યારે સાપ કરડી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે મોરબી રીફર કરવામાં આવ્યા હતા. પરંતુ તેનું મોરબી સારવાર મળે તે પહેલા જ મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરી સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.