માળીયા(મી) તાલુકાના સુલતાનપુર ગામની સીમમાં આવેલી પાણીની કેનાલમાંથી અજાણ્યા પુરુષની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાને લઈ માળીયા(મી) પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
માળીયા(મી) તાલુકાના સુલતાનપુર ગામની સીમમાં આવેલી પાણીની કેનાલમાંથી આશરે ૩૦ થી ૩૫ વર્ષ ઉંમરના અજાણ્યા પુરુષની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતાં પોલીસ દ્વારા તેને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. હાલ માળીયા(મી) પોલીસે અ.મોત રજીસ્ટર કરી મૃતકની ઓળખ તથા મરણનું ચોક્કસ કારણ જાણવા સહિતની વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.









