Monday, December 23, 2024
HomeGujaratમોરબી નજીકથી પસાર થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડની અતિ દયનીય હાલત :...

મોરબી નજીકથી પસાર થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડની અતિ દયનીય હાલત : મસમોટા ગાબડાથી અનેક અકસ્માત

મોરબીથી વાંકાનેર જતા નેશનલ હાઈવે પર અનેક ફેકટરીઓ કાર્યરત છે અને સિરામિક ટ્રેડના હાર્ટ સમાન મોરબી સિરામિક એસોની ઓફીસ પણ લાલપર નજીક આવેલ છે જ્યાં હાઈવે પરના સર્વિસ રોડની હાલત અતિ દયનીય છે સર્વિસ રોડ પર દોઢ થી બે ફૂટના મસમોટા ગાબડા જોવા મળે છે એટલું જ નહિ ગાબડામાં ગંદા પાણી ભરેલા રહે છે જેથી બાઈક સવારો તો નીકળી જ શકતા નથી તો ફોર વ્હીલ અને ટ્રક પણ મહા મુસીબતે પસાર થાય છે રાત્રીના અંધકારમાં તો અનેક લોકો અહી ખાબકતા પણ હોય છે અને નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે

- Advertisement -
- Advertisement -

મોરબી સિરામિક એસોના પ્રમુખ પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા ટ્રાફિક ટ્રસ્ટની મીટીંગમાં પણ જીલ્લા એસપીની ઉપસ્થિતિ માં નેશનલ હાઈવે અધિકારી સમક્ષ સર્વિસ રોડનો મુદો ઉઠાવ્યો હતો છતાં સર્વિસ રોડ રીપેરીંગ કરવામાં કોન્ટ્રાકટર મનમાની કરતા હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે જેથી મોરબી સિરામિક એસો. દ્વારા ગંભીર બેદરકારીને પણ વખોડવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!