મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસે વધુ એક બાઇક ઉપર જોખમી સ્ટંટ કરતા યુવકને ઝડપી લેવાયો હતો. જેમાં મોરબીના મયુરબ્રિજની ફૂટપાથ ઉપર બાઇક સાથે જોખમી સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો હતો જે વિડીયોના આધારે યુવકને શોધી લઈ તેની સામે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ સ્ટંટમેન આરોપી પ્રોહી., જુગાર, ધાક-ધમકી આપવી જેવા અલગ અલગ છ કેસમાં પોલીસ ચોપડે તેનું નામ નોંધાવી ચુક્યો છે.
મોરબી જીલ્લામાં ટ્રાફિક નિયમોનુ ચુસ્તપણે પાલન થાય અને ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે મોરબી ટ્રાફીક શાખાના પીઆઇ કે.એમ.છાસીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખા ટીમ ટ્રાફિક નિયમનની કામગીરીમાં કાર્યરત હતા જે દરમ્યાન સોશ્યલ મીડીયા પેઇઝમાં બાઇક ઉપર જોખમી સ્ટંટ કરતો વિડીયો વાઇરલ થયો હતો. જે વિડીયો જોતા જેમાં મયુરબ્રીજના ફુટપાથ ઉપર એક ઈસમ પોતાનુ નંબર પ્લેટ વગરનુ બાઇક ફુટપાથ ઉપર ચલાવતો હોવાનો વિડીયો વાયરલ થયેલ હોય.
ત્યારે ઉપરોક્ત વાઇરલ વીડિયોને આધારે યુવકની અને બાઇકની ઓળખ માટે તપાસ હાથ ધરતા બાઇક રજી. નં. જીજે-૩૬-એડી-૫૧૦૮ હોય અને તે બાઇક ઉપર સ્ટંટ કરનાર આરોપી કિરીટ બાબુભાઇ અગેચણીયા ઉવ.૨૪ રહે. વીસીપરા, અગેચણીયા વાડી વિસ્તાર, અમરેલી રોડ, મોરબી-૦૨ હોવાનું સામે આવતા તુરંત તેની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.