Monday, March 10, 2025
HomeGujaratહળવદના નવા ધનાળા ગામ નજીક બંધ પડેલ ટ્રકના ઠાઠામાં અન્ય ટ્રક અથડાતા...

હળવદના નવા ધનાળા ગામ નજીક બંધ પડેલ ટ્રકના ઠાઠામાં અન્ય ટ્રક અથડાતા ચાલકનું મોત.

હળવદ:માળીયા(મી)-હળવદ હાઇવે રોડ ઉપર અકસ્માતના બનાવમાં લાકડા ભરેલ ટ્રક ટ્રેઇલર રોડ ઉપર બંધ હાલતમાં ઉભું હોય ત્યારે ટ્રક-ટ્રેઇલરના ચાલકે પોતાનું વાહન બેફામ ગતિ ચલાવી આગળ ઉભેલ ટ્રક ટ્રેઇલરના પાછળના ભાગે ટક્કર મારતા તે ટ્રક ટ્રેઇલર ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બંધ ટ્રકના ચાલકને કાન પાછળ અને લાહના ભાગે ઇજાઓ પહોંચી હતી, ત્યારે હળવદ પોલીસ મથકમાં મૃતક ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

અકસ્માતના બનાવની મળતી માહિતી મુજબ, હળવદના નવા ધનાળા ગામના બોર્ડ પાસે માળીયા હળવદ હાઇવે રોડ ઉપર ખરાબ થઇ બંધ પડેલ લાકડા ભરેલ ટ્રક ટ્રેઇલર રજી.નં.જીજે-૧૨-બી-એકસ-૭૫૨૫ ના પાછળના ભાગે ઝાડી ઝાખરા તથા પથ્થર વડે આડસ તથા સાઇડ સીગ્નલ ચાલુ હોય તેમ છતા આરોપીએ પોતાના હવાલાવાળુ ટ્રક ટ્રેઇલર જીજે-૧૨-બી-ડબલ્યુ-૨૯૯૨ વાળુ પુર ઝડપે અને બેદરકારી પૂર્વક ચલાવી બંધ પડેલ ટ્રકના પાછળના ઠાઠાના ભાગે ભટકાડી એકસીડન્ટ કરતા તેને શરીરે ગંભીર ઇજા પહોચતા સ્થળ ઉપર તેનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવમાં બંધ પડેલ ટ્રક ચાલકને કાનની પાછળ તથા પગની આંગળીઓમા ઇજા પહોંચી હતી, ત્યારે સમગ્ર અકસ્માત મામલે બંધ પડેલ ટ્રકના ચાલક વિશાલકુમાર ઇકમભાઇ રાવત ઉવ-૨૭ રહે-હાલ કચ્છ ગાંધીધામ ઇન્દીરાનગર ઝુપડપટ્ટી વિસ્તાર મુળરહે-બંહોલી બનુરા પૌસરી બજાર જી-ગોપાલગંજ બિહાર વાળાની ફરિયાદને આધારે હળવદ પોલીસે મૃતક ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!