માળીયા મી.માં પુરપાટ ઝડપે જતા ટ્રકનાં ચાલકે મોટા દહિસરા રેલ્વે ફાટક પાસે એક યુવકને હડફેટે લેતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મૃતકનાં ભાઈ દ્વારા માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૧૩/૦૮/૨૦૨૩ ના સાંજના સમયે જાફરભાઇ ઇસ્માઇલભાઇ ભટ્ટી દહિસરા રેલ્વે ફાટક પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પુરપાટ ઝડપે આવતા GJ-05-BU-2493 નંબરનાં ટ્રક ડમ્પરના ચાલકે પોતાના હવાલાવાળી ટ્રક ડમ્પર પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી જાફરભાઇ ઇસ્માઇલભાઇ ભટ્ટીને ઠોકર મારતા તેને ડાબી બાજુના સાથળના ભાગે તથા ગુપ્તાંગના ભાગે તથા બને પગના ઢીચણના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેઓનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મૃતકનાં ભાઈ જાવેદભાઇ ઇસ્માઇલભાઇ ભટ્ટી દ્વારા માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.