મળતી માહિતી અનુસાર ગત તા.૦૮/૦૫ ના રોજ હળવદ તાલુકાના ચરાડવા ગામ રોડ ઉપરથી પૂર ઝડપે પસાર થતા ટ્રક રજી.નં. જીજે-૧૨-એયુ-૫૯૭૮ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક ચાલક મોબીનખાન સાફાતુલ્લા ઉવ.૬૨ રહે.ગ્યાસપુર બીસલપુર પીલીભીત ઉત્તર પ્રદેસવાળાએ ટ્રક રોડ નજીક આવેલ કબ્રસ્તાનની પાકી દીવાલ તથા વીજપોલ સાથે અથડાતા ટ્રક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક સામે ગુનો નોંધી ઢોરબસરની કાર્યવાહી હાથ ધરી છે.