મોરબીના લીલાપર રોડ પરથી પોલીસે સ્વીફ્ટ કારમાંથી પોલીસે બિયરના 36 ટીનના જથ્થા સાથે કારચાલકને ઝડપી લીધો હતો.
મોરબીના લીલાપર રોડ પર આવેલા પાંજરાપોળ સામેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી સ્વીફ્ટ કારને પોલીસે અટકાવી તલાસી લેતા કારમાંથી ટુબર્ગ કલાસીક ગોલ્ડ સ્ટ્રોગ બિયરના ૩૬ નંગ ટીન કિ.રૂ.૩૬૦૦નો મુદામાલ ઝડપાયો હતો. પોલીસે વેચાણ અર્થે રાખેલ બિયરનો જથ્થો જપ્ત કરી રવીભાઇ રાજુભાઇ જીલરીયા (ઉ.વ.૨૬)રહે.મોરબી શનાળા બાયપાસ તુલશીપાર્ક મેઇન રોડવાળાને ઝડપી લીધો હતો.









