વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક ગત તા.૩૦/૦૩ના રોજ રોડ ઉપર બંધ ટ્રક રજી.નં. જીજે-૩૬-વી-૫૨૮૬ કે જેના ચાલકે પોતાનો ટ્રક બંધ હાલતમાં રોડની વચ્ચે ઉભો રાખી, કોઈ આડશ કે સિગ્નલ રાખ્યા વગર બેદરકારી પૂર્વક રાખ્યો હોય, ત્યારે કચ્છથી હૈદરાબાદ કેમિકલ ભરીને જતું ટેન્કર રજી.નં. જીજે-૧૨-બીએક્સ-૭૨૭૯ આ બંધ ટ્રકની પાછળ અથડાતા, ટેન્કરની કેબિનનો બુકડો બોલી ગયો હતો અને ટેન્કર ચાલક મોહમદ જીબરાઈલ મોહમદ મજીદ ઉવ.૩૬ રહે. ઉત્તરપ્રદેશના અમેઠી જિલ્લાના ગુવાવા ગામવાળા કેબિનમાં ફસાઈ ગયા હતા, ત્યારે અકસ્માતની ઘટનાને પગલે રોડ ઉપર પસાર થઈ રહેલા વાહનના ચાલકોએ મોહમદ જીબરાઈલને ટેન્કરની કેબિનમાંથી બહાર કાઢી સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી અમદાવાદની ખાનગી હોસ્પિટવલમાં સારવાર ચાલુ હોય , જ્યાં મોહમદ જીબરાઈલને બંને પગમાં ગંભીર ઇજાઓમાં ફ્રેકચર આવ્યું હતું, ત્યારે સમગ્ર અકસ્માતની ઘટનામાં બંધ ટ્રકના ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.