Saturday, December 28, 2024
HomeGujaratટંકારાની લજાઈ ચોકડી નજીક રિક્ષામાંથી સાડા ચારસો લીટર દેશી દારૂના જથ્થા સાથે...

ટંકારાની લજાઈ ચોકડી નજીક રિક્ષામાંથી સાડા ચારસો લીટર દેશી દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો

ટંકારા તાલુકાના લજાઈ ચોકડી નજીકથી પોલીસે રિક્ષામાંથી 450 લીટર દેશી દારૂના જથ્થા સાથે રાજકોટના એક આરોપીને ઝડપી લીધો હતો આ પ્રકરણમાં એક મોરબી અને એક રાજકોટના એમ બે આરોપીના નામ ખુલતા પોલીસે આ ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ આદરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી-રાજકોટ હાઇવે પર આવેલ લજાઈ ચોકડી નજીકથી પસાર થઈ રહેલ રીક્ષા ને અટકાવી પોલીસે તલાશી લેતા રીક્ષા રજી નંબર-G-J-1-C-Y-5869 માંથી દેશી દારૂની નંગ 90 કોથળીઓ લીટર-૪૫૦ જેની કિ.રૂ.૯૦૦૦ નો જથ્થો ઝડપાયો હતો. પોલીસે આરોપી રવિ સંજયભાઈ સોલંકી (ઉ.વ.૨૩ રહે.ચુનારાવાડ શેરી નં-૧ રાજકોટ)ને ઝડપી લીધો હતો જેની પૂછપરછ દરમિયાન અન્ય બે આરોપી રોહિત બાવાજી રહે. મોરબી અને સુમિત ઓડ રહે. રાજકોટની સંડોવણી હોવાનું જાહેર થયું છે જેને પગલે પોલીસે દેશી દારૂનો જંગી જથ્થો અને રીક્ષા સહિત ૩૪૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અયોધ્યાપુરી રોડ પરથી એક બાટલી દારૂ સાથે યાકુબ ઝડપાયો

મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મોરબીના અયોધ્યાપુરી રોડ પર આવેલ મદીના પેલેસ નજીકથી મેકડોલ નં ૦૧ કંપનીની એક બોટલ લઈ નીકળેલ આરોપી યાકુબભાઇ સલેમાનભાઇ કૈડા (ઉ.વ.૨૭ રહે.પંચાસર રોડ ગીતામીલ પાસે મોરબી)ને ઝડપી લીધો હતો.પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એકટની કલમ- ૬૫(એ)(એ) મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!