રાજકોટનાં સરધાર થી ભુપગઢ રોડ ઉપર થયેલ અકસ્માત થયાનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં બે કાર સમ સામે અથડાતાં બંને કારમાં આગ લાગી જવા પામી હતી. જેમાં જ પરિવારના ચાર લોકો ભડતું થઈ જતાં મૃત્યુ પામ્યા હતા. જેમાં અન્ય કાર ચાલક કાર મૂકી નાશી જતાં અક્સ્માતના ગુન્હામાં નાસી ગયેલ આરોપીને ગણતરીની કલાકોમાં આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, સરધારથી ભુપગઢ રોડ પર ગત તા.૧૯/૦૪/૨૦૨૫ના બપોરના ત્રણ વાગ્યા આસપાસ અલ્ટો કાર તથા હોન્ડા સીટી કાર સામે સામે અથડાતા અકસ્માત સર્જાતા બન્ને કાર સળગતા હોન્ડા સીટી કારનો ચાલક અકસ્માત કરી નાસી ગયો હતો. અને અલ્ટો કારમાં આગ લાગતા બે બાળકો તથા બે મહીલાઓના મૃત્યુ થયા હતા. તેમજ અન્ય ત્રણ ઇસમોને શરીરે ઈજાઓ થતા ઈજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ મારફતે સિવીલ હોસ્પીટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે અંગે આજીડેમ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૮૦૦૨૨૫૦૪૬૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૦૫, ૧૨૫ (એ.) (બી), ૩૨૪ (૫) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ કાર ચાલક વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, સંયુકત પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશ્નર સજજનસિંહ પરમાર (ઝોન-૧) તેમજ મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી રાધિકા ભારાઇ (ઇ.પુર્વ વિભાગ)ના માર્ગદર્શન તેમજ સુચના મુજબ આરોપીને પકડી પાડવા સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી જાડેજાની અધ્યક્ષતામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે જી રાણા, સર્વેલન્સ સ્કોડની ટીમના માણસોની અલગ-અલગ ટીમો બનાવી હોન્ડા સીટી કારના નંબર GJ03HN7890 પરથી કારના માલીકની શોધખોળ કરતા તેના મિત્ર ગોપાલભાઇ સભાડ લઇ ગયાનું જણાવતા આરોપીને શોધી કાઢવા કામગીરી કરતા હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્કોડના HC હરપાલસિંહ જાડેજા, PC દેવાભાઇ ધરજીયા, દિવ્યરાજસિંહ જાડેજાને બાતમીને આધારે આરોપી ગોપાલભાઇ વલ્લભભાઈ સભાડ ભંડારીયા ગામ જસદણ તાલુકા વાળાને પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.