Thursday, June 19, 2025
HomeGujaratવાંકાનેરના નવા ઢુંવા ગામે કારમાં વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે ચાલકની અટક, સપ્લાયરનું...

વાંકાનેરના નવા ઢુંવા ગામે કારમાં વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે ચાલકની અટક, સપ્લાયરનું નામ ખુલ્યું.

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે નવા ઢુંવા ગામે બ્રેઝા કારમાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો લઈને નીકળેલ ઇસમને પકડી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે વિદેશી દારૂની ૭૦ બોટલ તથા બિયરના ૧૦ ટીન તથા કાર સહિત કુલ કિ.રૂ.૪,૯૨,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરીને આરોપી કાર ચાલકની અટક કરી હતી. જ્યારે પકડાયેલ આરોપીની પૂછતાછમાં થાનગઢના સપ્લાયરે આ વિદેશી દારૂનો જથ્થો ભરી આપ્યો હોવાની કબૂલાત આપતા, વાંકાનેર તાલુકા પોલીસે તેને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી, આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંહમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી કે, એક સફેદ કલરની બ્રેઝા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી એક ઇસમ નવા ઢુંવા ગામથી પસાર થવાનો હોય, જેથી તુરંત ઉપરોક્ત સ્થળે વોચમાં હોય તે દરમિયાન બ્રેઝા કાર રજી.નં. જીજે-૦૩-એબી-૮૫૯૫ નીકળતા તેને રોકી કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જની ૭૦ બોટલ કિ.રૂ.૯૧,૦૦૦/-તથા કિંગફિશર બિયરના ૧૦ ટીન કિ.રૂ.૧,૮૦૦/- એમ કુલ કિ.રૂ. ૯૨,૮૦૦/-નો દારૂ-બિયરનો જથ્થો મળી આવતા કાર ચાલક આરોપી અશોકભાઈ હીરાભાઈ ડાભી ઉવ.૩૨ રહે. ઢુંવા ગામ તા.વાંકાનેર વાળાની સ્થળ ઉપરથી અટક કરી હતી, પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ વિદેશી દારૂ-બિયર આરોપી ગભરુભાઈ માત્રાભાઈ ધાધલ રહે. થાનગઢ જી.સુરેન્દ્રનગર વાળાએ ભરી આપ્યા અંગે જનાવર, પોલીસે તે આરોપીને ફરાર જાહેર કરી તેની અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ, વાંકાનેર તાલુકા પોલીસે બ્રેઝા કાર સહિત રૂ.૪,૯૨,૮૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!