Monday, September 1, 2025
HomeGujaratમોરબીમાં હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે વિજુડી અને રાજીયાની...

મોરબીમાં હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે વિજુડી અને રાજીયાની જોડી ધમાલ મચાવશે

મોરબીમાં હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને વિવિધ લોકોના હસ્તે આરતી કરાવવામાં આવી રહી છે. ત્યારે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં છઠ્ઠા દિવસે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રખ્યાત એવા વીજુડી અને રાજીયો હાસ્યની રમઝટ બોલાવશે.

- Advertisement -
- Advertisement -

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં રાત્રે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રખ્યાત એવી વીજુડી અને રાજીયોની જોડી હાસ્યની રમઝટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વીજુડીના હાસ્ય શોને નિહાળવા દરેક મોરબીવાસીઓને પધારવા આયોજકોએ ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!