વાંકાનેર સીટી પીઆઇ તરીકે ફરજ બજાવતા બી,પી.સોનારાની પોલીસ ઇન્સ્પેક્ટર સંવર્ગમાંથી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં ત્રણ વર્ષ માટે શિક્ષાત્મક રીતે મુકવામાં આવતા ખળભળાટ
પોલીસ અધિક્ષક કચેરીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, વંચાણ વાળા હુકમથી ગુજરાતનાં DGP દ્વારા મોરબી જિલ્લામાં વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર બી,પી.સોનારા મોરબીને મુંબઇ પોલીસ (શિક્ષા અને અપીલ) નિયમો-૧૯૫૬ ના નિયમ-પ થી મળેલ સત્તાની રૂએ, તા.૨૯/૦૩/૨૦૨૨ના યાદીમાં ફરમાવેલ સીધીકારણ દર્શક નોટીસથી સુચવેલ શિક્ષામાં ઘટાડો કરી “તેઓને પોલીસ ઇન્સ્પેક્ટર સંવર્ગમાંથી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં ત્રણ (૩) વર્ષ માટે મુકવાની શિક્ષા” કરતો આખરી હુકમ કરવામાં આવેલ છે. જે આખરી હુકમની બજવણી મોરબી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી.સોનારાને તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ કરવામાં આવેલ છે. જેથી પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી.સોનારાને બજવણી પોલીસ ઇન્સ્પેક્ટર સંવર્ગમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં મુકવામાં આવે છે. તેમજ હાલ વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ ની આચારસંહિતા અમલમાં હોવાથી બદલી કે નિમણુંક માટે પ્રતિક્ષામાં રાખવામાં આવે છે. આ સમયગાળા દરમ્યાન તેઓએ કંટ્રોલ ઇન્ચાર્જના સંપર્કમાં રહી તેઓ દ્વારા સોંપવામાં આવતી ફરજો બજાવવાની રહેશે અને તેઓના પગાર ભથ્થાની કામગીરી પોર્ટીસ હેડ ક્વાર્ટર મોરબી ખાતેથી કરવાની રહેશે.