ડ્રગ્સ,દારૂ ,જુગાર ની બદી ને ડામવા તેમજ આર્થિક સંકડામણ માં રહેલ અને આત્મહત્યા કરવા જતા લોકોને બચાવવામાં પોલીસની મહત્વની ભૂમિકા છે:તંત્રી અને નિવૃત્ત એ.એસ.આઇ મુકુંદરાય પી.જોષી
રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ છેલ્લા બે દિવસથી મોરબી જિલ્લા માં વાર્ષિક ઇન્સ્પેકશન પર છે ત્યારે મોરબી મીરર સાપ્તાહિક ન્યુઝ પેપરના તંત્રી અને ગુજરાત પોલીસના નિવૃત્ત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર મુકુંદરાય.પી.જોષી દ્વારા આજે રેન્જ આઇજી તેમજ મોરબી જિલ્લા પોલીસ વડા અને રાજકોટ ગ્રામ્ય એસપી જયપાલ સિંહ રાઠોડ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
સમગ્ર રાજકોટ રેન્જમાં દારૂ જુગાર તેમજ યુવા ધન ને બરબાદ કરનાર ડ્રગ્સ સહિતના દુષણો ફેલાવતા માફીયાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.તેમજ છેલ્લા કેટલાક સમયથી આવા દુષણો ને નાથવા રાજકોટ રેન્જ ને ખુબ જ સારી એવી સફડતાં મળી છે અને આર્થિક સંકડામણ, કે આત્મહત્યા કરવા જતા લોકોને બચાવી ને લોકો માં પણ પોલીસ પ્રજાનો મિત્ર છે તે રીતે ભરોસો યથાવત રાખી ને કરવામાં આવેલ પ્રસંશનીય કામગીરીને બિરદાવવા માટે આજે મોરબી મીરર સાપ્તાહિક ન્યુઝ પેપર ના તંત્રી અને નિવૃત્ત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મુકુંદરાય પી.જોષી દ્વારા આજે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી .તેમજ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા જયપાલ સિંહ રાઠોડ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.