વિદ્યાર્થી અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ કરે અને સમાજનું નામ રોશન કરે તે માટે દર વર્ષે વિવિધ સમાજ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને સમાજ દ્વારા ઇનામ આપી સન્માન કરવામાં આવે તો તેઓને વદુ પ્રોત્સાહન મળતુ હોય છે. ત્યારે શિક્ષણ પુરસ્કાર સમીતિ દ્વારા મોરબીનાં સતવારા જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન કરવા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી વિસ્તારમાં રહેતા અને સતવારા નવગામ જ્ઞાતિ તરીકે ઓળખાતા શ્રી સતવારા નવગામ જ્ઞાતિ મોરબી સંચાલિત શિક્ષણ પુરસ્કાર સમીતિ દ્વારા વિદ્યાર્થીઓનું ધોરણ-૯ થી કોલેજમાં તેમજ ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતાં હોય અને વર્ષ – ૨૦૨૫માં પરિક્ષા પાસ કરેલ હોય તેવા ભાઈ-બહેનોને શૈક્ષણિક પુરસ્કાર- ઈનામ આપવામાં આવશે, તેથી મોરબી વિસ્તારના સતવારા જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ શિક્ષણ પુરસ્કાર સમીતિના કાર્યકરો પાસેથી ફોર્મ મેળવી- ભરીને તારીખ આગામી તા.૧૦-૦૮-૨૦૨૫ ને રવિવાર સુધીમાં જમા કરાવવા અપીલ કરવામાં આવી છે. તેમજ ITI માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવનાર હોવાથી તેઓએ પણ ફોર્મ ભરીને જે તે વિસ્તારમાં આવતાકાર્યકરને પહોંચાડવા અનુરોધ કરાયો છે. ત્યારે ફોર્મ મેળવવા માટે માધાપરમાં – વિજયભાઈ એમ. ડાભી, જયેન્દ્રભાઈ એસ. કંઝારિયા, વજેપરમાં – ગોવિંદભાઈ એમ. હડીયલ, તરૂણભાઈ આર. પરમાર, વાઘપરામાં – પ્રકાશભાઈ એમ. સોનગ્રા, કેતનભાઈ એસ. પરમાર, માધાપર વાડી વિસ્તારમાં – હરિભાઈ એમ. કંઝારિયા, યોગેશભાઈ એ ડાભી, વજેપર વાડી વિસ્તારમાં – દેવજીભાઈ જી. ચાવડા, ધીરુભાઈ એસ.પરમાર, પ્લોટ વિસ્તારમાં – મહાદેવભાઈ એમ. ડાભી તથા ગ્રામ્ય વિસ્તારમાં કિશોરભાઈ વી. કંઝારિયાને ફોર્મ ભરીને તારીખ ૧૦/૦૮/૨૦૨૫ સુધીમાં પહોંચાડી આપવા શ્રી સતવારા નવગામ જ્ઞાતિ – મોરબીના પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારિયા દ્વારા જણાવવામાં આવ્યું છે