મોરબી માં ઠંડીનો પારો દિવસેને દિવસે ઉંચો જઈ રહ્યો છે જેને લઈને વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે ત્યારે લોકો પણ આ ગુલાબી ઠંડીમાં સ્ફૂર્તિ કાંટે કસરત અને વોકિંગ કરી પોતાનો સમય પસાર કરતા જોવા મળ્યા હતાં.
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે જેમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ 19 ℃ થી 12℃ વચ્ચે રહે છે જેના લીધે જનજીવન પ્રભાવિત થયું છે ધંધા રોજગાર સાથે જોડાયેલા લોકો એ પણ પોતાનો સમય બદલાવી નાખ્યો છે તો બીજી બાજુ મોરબીના મયુર પુલ પર વોકિંગ કરતા લોકો મોટી સંખ્યામાં જોવા મળે છે જેમાં મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલની આજુબાજુ જાને પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવા દ્રશ્યો જોવા મળી હતી તો બીજી બાજુ મોરબી વાસીઓ ચાલવાની સાથે સાથે કસરત અને કાવો પી ને ગરમાવો લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે બીજી બાજુ આ ઠંડીના લીધે ધંધા વેપાર પર પણ અસર પડી છે જેથી વેપારીઓ દ્વારા સમય પણ બદલવામાં આવ્યો છેજો કે આગામી સમયમાં ઠંડીનો પારો હજુ પણ વધશે જેના લીધે મોરબીમાં આ ઠંડીની અસર જોવા મળશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.