Saturday, May 17, 2025
HomeGujaratમોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા યોજાશે આઠમા સમૂહ લગ્ન, ૨૧...

મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા યોજાશે આઠમા સમૂહ લગ્ન, ૨૧ નવદંપતિઓ માંડશે પ્રભુતામાં પગલાં

મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા આઠમા સમૂહલગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૧ નવદંપતિ લગ્નગ્રંથી જોડાઈ પ્રભુતામાં પગલાં માંડશે. તા. ૨૦/૦૫/૨૦૨૫ ને મંગળવારના રોજ બહુચર પાર્ટી પ્લોટ રોકડીયા હનુમાન મંદિરની બાજુમાં ધૂતારી નવલખી રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશીર્વાદ આપવા સાધુ, સંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. જે સમૂહ લગ્નને સફળ બનાવવા માટે આયોજકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી ના નવલખી રોડ પર આવેલ આસ્થાને શ્રદ્ધાનું પ્રતીક સમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા શ્રી ધક્કાવાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમો સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું તા. ૨૦/૦૫/૨૦૨૫ ને મંગળવારના રોજ બહુચર પાર્ટી પ્લોટ રોકડીયા હનુમાન મંદિર બાજુમા ધુતારી નવલખી રોડ મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મંડપ મુહૂર્ત બપોરે ૩ વાગ્યે, જાન આગમન ૪ વાગ્યે, ભોજન સમારંભને સાંજે ૭ વાગ્યે અને હસ્ત મેળાપ સાંજે ૭:૪૫ એ યોજવામાં આવશે. જે સમૂહલગ્નની વિધિ શાસ્ત્રી હિરેનભાઈ વી પંડ્યા દ્વારા કરવામાં આવશે. જે સમૂહલગ્નમાં ૨૧ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાશે. જેમાં દીકરીઓને કરીયાવરમાં સોના, ચાંદીના દાગીનાથી માંડી ૯૭ ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ ભેટમાં આપવામાં આવશે. આ સમૂહલગ્નમાં મહંત શ્રી ભાવેશ્વરી બેન રામધન આશ્રમ મહેન્દ્રનગર મોરબી, દામજી ભગત નકલંક મંદિર બગથળા, સહિતના રાજકીય તેમજ સામાજીક આગેવાનો ઉપસ્થિત રહેશે. આ સમૂહલગ્નને સફળ બનાવવા પ્રમુખ ધનુભા ભીખુભા જાડેજા, ઉપ પ્રમુખ વિનુભાઈ ડાંગર, ખજાનચી શૈલેષભાઇ જાની, મંત્રી ધીરુભા જાડેજા, ટ્રસ્ટી કિશોરભાઈ અગ્રાવત, રમેશભાઈ સાણંદિયા, ભાવેશભાઈ મહેતા સહિત સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!