Tuesday, May 14, 2024
HomeGujaratમોરબીમાં ગઇકાલ સુધીમાં ઉપડેલ ફોર્મ અંગે ચુંટણી પંચે વિગતો જાહેર કરી

મોરબીમાં ગઇકાલ સુધીમાં ઉપડેલ ફોર્મ અંગે ચુંટણી પંચે વિગતો જાહેર કરી

મોરબીના ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનાના શોકમય માહોલ વચ્ચે વિધાનસભા ચૂંટણી જાહેરાત થઈ જતા હવે તંત્ર ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત થઈ ગયું છે અને ચૂંટણીને લઈને વિવિધ જાહેરનામા પણ પ્રસિદ્ધ થવા લાગ્યા છે. ત્યારે આજથી ચૂંટણી અંગેનું જાહેરનામું અમલી બનતા જ ઉમેદવારી પત્ર ઉપાડવાની અને ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે મોરબીથી ૨૪, ટંકારાથી ૮ જ્યારે વાંકાનેરથી ૧૪ ફોર્મ મળી અત્યાર સુધીમાં અત્યારસુધીમાં કુલ ૪૬ ફોર્મ ઉપડ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, તા. ૭/૧૧/૨૦૨૨ સુધીમાં ચુંટણી અધિકારીઓ પાસેથી મોરબીમાં ૧૫, ટંકારામાં ૧૫ અને વાંકાનેરમાં ૧૬ મળી કુલ ૪૭ ફોર્મ ઉપડ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, હજુ સુધી ભાજાપનાં ઉમેદવારો જાહેર ન થાય હોવા છતાં ગત રોજ ભાજપનાં નામે ફોર્મ ઉપડ્યા હતા. જેને લઇ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેમજ મોરબીમાં ત્રિપાંખિયો જંગ જામવાનો હોવાથી વિધાનસભાની ચૂંટણીમાં ક્યો પક્ષ બાઝી મારશે તે જોવું રસપ્રદ બન્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!