Wednesday, November 27, 2024
HomeGujaratભારે ઉત્તેજના વચ્ચે મોરબી પત્રકાર એસોસિએશન ના હોદેદારો ની ચૂંટણી યોજાઈ

ભારે ઉત્તેજના વચ્ચે મોરબી પત્રકાર એસોસિએશન ના હોદેદારો ની ચૂંટણી યોજાઈ

પ્રમુખપદે સુરેશભાઈ ગોસ્વામી, ઉપપ્રમુખ રવિભાઈ ભડાણીયા, મહામંત્રી ભાસ્કરભાઈ જોષી, સહિત ની વરણી કરવામાં આવી

- Advertisement -
- Advertisement -

મોરબી પત્રકાર એસોસિએશન ની ૨૦૨૩ ની ટર્મ પુરી થતા વર્ષ ૨૦૨૪ ના નવા હોદ્દેદારોની ચૂંટણી તેમજ ગતવર્ષ નો હિસાબ કિતાબ ને ગતવર્ષ યોજાયેલ કાર્યક્રમો અંગે પૂર્વ પ્રમુખ હીમાંશુભાઈ ભટ્ટ ની આગેવાની માં સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી જેમાં પત્રકાર એશો મોરબી ના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પૂર્વ પ્રમુખ હીમાંશુ ભટ્ટ એ ગત વર્ષ ૨૦૨૩ નો હિસાબ રજૂ કર્યો હતો ગતવર્ષે યોજાયેલ એશોસીએશન ના વિવિધ કાર્યક્રમો ની માહિતી સાથો સાથ આપી હતી ને ૨૦૨૪ ના નવા વર્ષ ના હોદેદારો માટે દરવર્ષે ની જેમ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી.

જેમાં પત્રકાર એશો મોરબી પત્રકાર એશો ના તમામ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રમુખપદે સુરેશભાઈ ગોસ્વામી અને જીજ્ઞેશભાઈ ભટ્ટ એ દાવેદારી નોંધાવી હતી જેમાં બહુમતી ના જોરે પ્રમુખપદે સુરેશભાઈ ગોસ્વામી,ઉપપ્રમુખપદે રવિભાઈ ભડાણીયા, મહામંત્રીપદે ભાસ્કરભાઈ જોષી, મંત્રીપદે આર્યનભાઈ અને ખજાનચીપદે પંકજભાઈ સનારીયા સાથોસાથ કારોબારી સભ્યો માં અતુલભાઈ જોષી, ચંદ્રેશભાઈ ઓધવીયા,ઋષિભાઈ મહેતા, સંદીપભાઈ વ્યાસ, અલ્પેશભાઈ ગોસ્વામી, સભ્યો માં પ્રવીણભાઈ વ્યાસ, હીમાંશુભાઈ ભટ્ટ, જીજ્ઞેશભાઈ ભટ્ટ, મહેન્દ્રસિંહ જાડેજા, હરનીશભાઈ જોષી,ધર્મેન્દ્ર વ્યાસ, સનીભાઈ વ્યાસ ની વરણી કરવામાં આવી હતી પત્રકાર એસોસિએશન મોરબી ના ૨૦૨૪ ના પ્રમુખપદે સુરેશભાઈ ગોસ્વામી અગાઉ પણ મોરબી પ્રેસ એસોસીએશન ના પ્રમુખપદે સફળ કામગીરી કરી ચુક્યા છે શાંત સરળ અને લાગણીશીલ સ્વભાવ ધરાવતા સુરેશભાઈ ગોસ્વામી એ પ્રજાલક્ષી પ્રશ્નો ને ઉજાગર કરી ને મોરબી મીડિયા જગતમાં આશરે છેલ્લા 3 દાયકા થી એક તટસ્થ,નીડર અને પ્રામાણિક પત્રકાર ની ઓળખ ઉભી કરી છે.સમસ્યાઓ ને નીડરતા પૂર્વક વાચા આપી રહ્યા છે જેથી તેઓ રાજકીય,વહીવટીતંત્ર, પોલીસ, સામાજીક સંસ્થાઓમાં સારી લોકચાહના ધરાવે છે પત્રકાર એશોસીએશન મોરબી ના ૨૦૨૪ ના હોદ્દેદારોની ચૂંટણી માટે ચૂંટણીપૂર્વે ભારે ઉત્તેજના જોવા મળી હતી કે કોણ પ્રમુખપદ સાંભાળશે અને કોણ નવા હોદેદારો આવશે ૨૦૨૩ના વર્ષ માં ચૂંટાયેલ બોડી એ ફરી તેનું એક તરફી શાસન રાખવા ને મળતું છાપ કરવા અંદરખાને કાવા દાવા ને ધમપછાડા પણ કરવામાં આવ્યા હતા પણ તેમાં તેની કારી ફાવી ન હતી ફરી ૨૦૨૪ માં તેની બોડી બનાવવાની મન ની મન માં રહી ગઈ હતી એ ને બહુમતી ના જોરે પ્રમુખપદે સુરેશભાઈ ગોસ્વામી, ઉપપ્રમુખ રવિભાઈ ભડાણીયા, મહામંત્રી ભાસ્કરભાઈ જોષી, મંત્રીપદે આર્યનભાઈ, ને ખજાનચી તરીકે પંકજભાઈ સહિતની વરણી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!