Friday, November 15, 2024
HomeGujaratમોરબી જિલ્લા આયોજન સમિતિનો ચુંટણી કાર્યક્રમ નક્કી કરાયો

મોરબી જિલ્લા આયોજન સમિતિનો ચુંટણી કાર્યક્રમ નક્કી કરાયો

મોરબી જિલ્લા આયોજન સમિતિની ચુંટણી યોજવા માટેનો તબક્કાવાર કાર્યક્રમ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તારીખ.૨૨/૦૧/૨૦૧૬ ના નોટીફીકેશનના નિયમ-૪ મુજબ પ્રાપ્ત થયેલ સત્તાની રૂએ નિયમ-૧૨ અન્વયે ચુંટણી સત્તાધિકારી અને મોરબી જિલ્લા કલેકટર દ્વારા ચુંટણી કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

માહિતી બ્યુરો, મોરબીના જણાવ્યા અનુસાર, આ ચુંટણી કાર્યક્રમ અનુસાર ૧૫મી ડિસેમ્બરે સવારના ૧૧.૦૦ કલાક થી ૧૫.૦૦ કલાક સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તા.૧૮-૧૨-૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક થી ૧૫.૦૦ કલાક સુધીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને તા.૨૧-૧૨-૨૦૨૩ ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. તા.૨૨-૧૨-૨૦૨૩ ના રોજ હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તેમજ તા.૦૨-૦૧-૨૦૨૪ ના રોજ ચુંટણી સત્તાધિકારીએ જાહેર કરેલ મતદાન મથકો ઉપર આવશ્યક હોય તો સવારના ૯.૦૦ વાગ્યા થી બપોરના ૧.૦૦ વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. તા.૦૩-૧-૨૦૨૪ ના રોજ સવારે ૯.00 કલાકથી મતગણતરી કરવામાં આવશે અને તે જ દિવસે ચુંટણીનું પરીણામ જાહેર કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!